Michael Jackson’s SECRET Diary Reveals He Had Plans To Be Immortal, Feared His Murder
  • Home
  • Featured
  • ‘કોઇ મને મારી નાંખવા માંગે છે’, અઠવાડિયામાં 97 કરોડ કમાનાર માઇકલ જેક્સનને લઇને મોટો ખુલાસો

‘કોઇ મને મારી નાંખવા માંગે છે’, અઠવાડિયામાં 97 કરોડ કમાનાર માઇકલ જેક્સનને લઇને મોટો ખુલાસો

 | 11:12 am IST

પ્રખ્યાત પોપ સ્ટાર માઇકલ જેક્સનના મોતને 11 વર્ષ થઇ ચુક્યા છે. પરંતું તેની લાઇફ અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા થતા રહે છે. જ્યારે ફરી એક વખત માઇકલ જેક્સનની લાઇફ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. તે અમર થવા માંગતો હતો પરંતુ તેને આ વાતનો પણ ડર સતાવતો રહેતો હતો કે કોઇ તેનું ખૂન કરવા માંગે છે. આ દરેક વાતનો ખુલાસો હાલમાં રિલીઝ થયેલી તેની લાઇફ પર આધારિત બુક બૈડ: એન અનપ્રેસિ઼ડેંટેંડ ઇન્વેસ્ટીગેશન ઇનટૂ ઘ માઇકલ જેક્સન કવપ અપમાં થયો છે. આ પુસ્તક ઓસ્ટ્રેલિયન પત્રકાર ડાયલન હાવર્ડે લખી છે. ડાયલન હાવર્ડ આ પુસ્તક લખવાનું કારણ માઇકલ જેક્સનની રહસ્યમય ડાયરી ગણાવવામાં આવી છે. જે તેનાથી પહેલા કોઇના હાથે ન્હોતી લાગી.

ડાયલન હાવર્ડની પુસ્તક અનુસાર, માઇકલ જેક્સ પોતાને ફરીથી લોન્ચ કરવા માંગતા હતા. માઇકલ જેક્સન તેનું દેવું ચુકવવા માટે છેલ્લી કોશિશમાં લાગેલા હતા. તે એક અઠવાડિયામાં 20 મિલિયન ડોલર એટલે આશરે 97 કરોડ રૂપિયા કમાતા હતા. તેની અંદર દુનિયાના પહેલા અરબપતિ એન્ટરટેનર અભિનેતા ડાયરેક્ટર બનવાની આવડત હતી. જેના માટે માઇકલ જેક્સન કઇક ખાસ કામ કરવા માંગતો હતો જેના માટે તેણે એક યાદી પણ તૈયાર કરવામાં આવી હતી.

માઇકલન જેકસનની આ લિસ્ટમાં ક્રિક ડૂ સોલેઇલ કોન્સર્ટ્સ, એથલેટિક્સ બ્રાન્ડ નાઇકીની સાથે ડીલ અને હોલિવૂડ ફિલ્મો સામેલ હતી. જ્યારે આવા વ્યક્તિની તપાસ કરી રહ્યા હતા. જે 20000 લીગ્સ અંડર ધ સી અને ઘ સેવંથ વોયેજ ઓફ સિનબાદ જેવી ક્લાસિક ફિલ્મોની રિમેક બનાવવાનું વિચાર રાખતા હતા. માઇકલ તેના કરિયરને ફરીથી શરૂ કરી તેના આદર્શ ચાર્લી ચેપ્લિન, માઇકલ એંજેલો અને વોલ્ટ ડિઝનીની જેમ અમર થવા માંગતા હતા.

કથિત રીતે માઇકલ જેક્સને લખ્યું હતું જો હું ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત નહીં કરું તો મને અમરતા મળી શકશે નહીં. પુસ્તક મુજબ માઇકલ તેની સંપતિ પર નિયંત્રણ મેળવવા માટે ઘણા ઉતાવળા હતા તેને લાગતું હતું કે તેના મેનેજર અને સલાહકારોએ તેનો ફાયદો ઉઠાવ્યો છે. જેથી તે તેમને હટાવવા પણ માંગતો હતો. ડાયલન હાવર્ડની પુસ્તક અનુસાર માઇકલ જેક્સનની ડાયરીમાં લખ્યું હતું કે માઇકલને તેના મેનેજર તોહમે પર શક હતો અને તે તેના પ્લેન કે ઘરમાં રાખવા માંગતા ન હતો.

લેખકે પણ એવો દાવો કર્યો છે કે માઇકલે તેની ડાયરીમાં ફિજિશિયન ડો. કોનરેડનો પણ ઉલ્લેખ કર્યો હતો. પુસ્તક મુજબ જેક્સનને લખ્યું હતું કોનરેડને હવે પ્રેક્ટિસ કરવી જોઇએ, હું હવે થાકીશ નહીં. તેની મોત અંગે ડાયરીમાં લખ્યું હતું મને ડર છે કે કોઇ મને મારવાની કોશિશ કરી રહ્યું છે. ખરાબ લોકો દરેક જગ્યાએ હોય છે. તે લોકો મને ખતમ કરીને મારી પબ્લિશિંગ કંપનીઓ પડાવી લેવા માંગે છે. સિસ્ટમ મારા તે કેટલોગ માટે મને મારવા માંગે છે. જેને હું વેચી રહ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન