michelin airless puncture proof tyre to enter production by2024
  • Home
  • Featured
  • આ કંપની લાવી છે કાર માટે Airless ટાયર, ગમે ત્યાં ચલાવો નહીં થાય પંચર

આ કંપની લાવી છે કાર માટે Airless ટાયર, ગમે ત્યાં ચલાવો નહીં થાય પંચર

 | 1:58 pm IST

Michelin અને General Motorsએ પેસેન્જર વાહનો માટે નવી જનરેશનના એરલેસ વ્હીલ ટેક્નોલોજીની રજૂઆત કરી છે. તેને  Uptis પ્રોટોટાઇપ (યુનિક પંચરપ્રૂફ ટાયર સિસ્ટમ) કહેવાય છે. જૉઇન્ટ સંશોધન એગ્રીમેન્ટમાં બંને કંપનીઓ 2024 ની શરૂઆતમાં મુસાફર મોડેલ પર Uptis રજૂ કરવા માટેના લક્ષ્ય સાથે Uptis પ્રોટોટાઇલને માન્ય કરશે. Michelin અને General Motors યુપ્ટીસ પ્રોટોટાઇપ પર કામ કરી રહ્યાં છે અને તેમાં શરૂઆત શેવરલે બોલ્ડ ઇવીથી કરવા જઇ રહ્યાં છે. આ વર્ષના અંત સુધીમાં કંપનીઓ મિશિગનમાં બોલ્ટ ઇવી વાહનોના પરીક્ષણ પર Uptisનું વાસ્તવિક પરીક્ષણ શરૂ કરશે.

ઉલ્લેખનિય છે કે કાર હંકારનારને હંમેશા ટાયર પંચર થવાનો અને ટાયરની હવા નિકળી જવાનો ભય સૌથી વધુ રહે છે. જોકે બજારમાં ટ્યૂબલેસ ટાયર આવી ચૂક્યા છે. જે પંચર થવા છતાં લાંબુ અંતર કાપી શકે છે. પરંતુ હવે દુનિયાની જાણીતિ કંપની Michelin અને જનરલ મોટર્સે કારો માટે નવી જનરેશનના ‘એરલેસ વ્હીલ’ ટેક્નોલોજી રજૂ કરી છે. આ ટેક્નિકનેયૂનિક પંચરપ્રૂફ ટાયર સિસ્ટમ કહેવામાં આવે છે. તેમાં હવા ભરવામાં આવતી નથી. એટલા માટે પંચર થવાનો ડર રહેતો નથી.

ઉલ્લેખનિય છે કે વિશ્વમાં લગભગ 200 મિલિયન ટાયર દર વર્ષે સમય પહેલાં પંક્ચર, ખરાબ રસ્તા અથવા હવાના ઓછા પ્રેશરના લીધે ખરાબ થઇ જાય છે. પણ હવે આ ટાયર લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાશે.

આ ટાયરમાં એવા પ્રકારના મટેરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જોકે પ્રેસર પડતાં ફ્લેક્સિબલ થઇ શકે છે અને વધુમાં વધુ ભાર સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટાયરને આજના સમયના અતિઆધુનિક વાહનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ટાયર માટે કોઇપણ પ્રકારના માવજતની કોઇ જરૂરિયાત નથી. એટલે કે આ ટાયર લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન