michelle-to-remain-in-cbi-custody-for-5-days
  • Home
  • Featured
  • ઓગસ્ટા વેસ્ટલેન્ડ સોદાનો વચેટિયો ભારતને હવાલે, પાંચ દિવસની CBI કસ્ટડીમાં

ઓગસ્ટા વેસ્ટલેન્ડ સોદાનો વચેટિયો ભારતને હવાલે, પાંચ દિવસની CBI કસ્ટડીમાં

 | 6:13 pm IST

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય વીવીઆઇપી નેતાઓ માટે 12 ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદવાના રૃપિયા 36૦૦ કરોડના સોદામાં રૃપિયા 225 કરોડની કટકી મેળવવાના આરોપી વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને રાતના 1.3૦ કલાક બાદ દુબઇથી ભારત લવાયો હતો.

વિજય માલ્યા, નીરવ મોદી અને મેહૂલ ચોક્સી સામે ભારતે પ્રત્યાર્પણની કાર્યવાહી શરૃ કર્યા બાદ ક્રિશ્ચિયન મિશેલનું પ્રત્યાર્પણ મોદી સરકારની પહેલી સફળતા છે. એરપોર્ટ પર ઇમિગ્રેશન, કસ્ટમ અને હેલ્થ ચેકઅપ સહિતની કાર્યવાહી બાદ મિશેલને સીબીઆઇના હેડક્વાર્ટર લઇ જવાયો હતો. સીબીઆઇ દ્વારા આખી રાત મિશેલની પૂછપરછ કરાઇ હતી.

બુધવારે સવારે તેને દિલ્હીની વિશેષ સીબીઆઇ અદાલતમાં હાજર કરાયો હતો. સીબીઆઇના વકીલ ડી પી સિંહે અદાલતને જણાવ્યું હતું કે, કેટલાક મહત્ત્વના દસ્તાવેજો અંગે જાણકારી મેળવવા અમે ક્રિશ્ચિયન મિશેલની પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં ઇચ્છીએ છીએ.

સીબીઆઇએ સોદામાં કોને કોને કટકી ચૂકવવામાં આવી તે જાણવું અત્યંત જરૃરી હોવાની દલીલ કરતાં દિલ્હીની વિશેષ સીબીઆઇ અદાલતના જજે ક્રિશ્ચિયન મિશેલને પાંચ દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ દરમિયાન મિશેલના વકીલ દિવસમાં એક એક કલાક માટે બે વખત મળી શકશે.

સીબીઆઇ અને ઇડી દ્વારા જારી કરાયેલી ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસના આધારે ક્રિશ્ચિયન મિશેલની દુબઇમાંથી ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ તેને જામીન પર મુક્ત કરાયો હતો. દુબઇની અદાલતે તેના પ્રત્યાર્પણનો આદેશ આપતાં મંગળવારે રાત્રે સીબીઆઇ અને રોની ટીમ તેને દુબઇથી દિલ્હી લઇ આવી હતી.

સીબીઆઇએ પહેલી ચાર્જશીટમાં મૂકેલા આરોપ
૧. મિશેલની કંપનીને કન્સ્લટન્સી માટે ફિનમેક્કાનિકા કંપની દ્વારા ૪૨.૨૭ મિલિયન યુરો ચૂકવાયા હતા
૨. સોદા પર હસ્તાક્ષર થયા ત્યાં સુધીમાં મિશેલે ભારતની ૨૫ વાર મુલાકાત લીધી હતી
૩. સોદાની પ્રક્રિયા અંગે તે ઘણુ જાણતો હતો અને ઓગસ્ટા વેસ્ટલેન્ડને માહિતગાર કરતો હતો
૪. ક્રિિૃયન મિશેલે જાણીજોઇને સોદામાંથી સ્પર્ધક કંપની સિકોર્સ્કીને હટાવી દેવડાવી હતી
૫. સિકોર્સ્કીએ રૃપિયા ૨૨૨૮ કરોડ ક્વોટ કર્યા હતા જ્યારે ઓગસ્ટાએ રૃપિયા ૩૯૬૬ કરોડ
૬. ફિલ્ડ ટ્રાયલમાં સિકોર્સ્કીને અયોગ્ય ઠેરવવા મિશેલે અન્યો સાથે મળીને કાવતરું ઘડયું હતું
૭. સોદા માટે મિશેલે સંરક્ષણ વિભાગમાંથી સંવેદનશીલ દસ્તાવેજો મેળવી ઓગસ્ટાને મોકલી આપ્યાં હતાં

કોંગ્રેસના રાફેલ આક્રમણ સામે ભાજપને ઓગસ્ટાનું કવચ મળી ગયું
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હતી ત્યારે કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર રાફેલ સોદામાં કૌભાંડ આચરાયું હોવાના ગંભીર આરોપો મૂકાતાં મોદી સરકાર બેકફૂટ પર આવી ગઇ હતી પરંતુ ક્રિિૃયન મિશેલના પ્રત્યાર્પણ બાદ કોંગ્રેસના રાફેલ આક્રમણ સામે ભાજપને ઓગસ્ટાનું કવચ મળી ગયું છે. હવે ભાજપ ઓગસ્ટા કટકી કાંડને કોંગ્રેસ અને ગાંધી પરિવાર સામે ઉપયોગમાં લેશે તે સ્પષ્ટ છે.

મારું ભારત ખાતેનું પ્રત્યાર્પણ ગેરકાયદેસર, મારું અપહરણ કરાયું છે: ક્રિશ્ચિયન મિશેલ
ક્રિિૃયન મિશેલે જણાવ્યું હતું કે, ભારત ખાતેનું મારું પ્રત્યાર્પણ ગેરકાયદેસર છે. મારું અપહરણ કરાયું છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ સોદામાં કથિત કટકી ચૂકવાયાના મામલા સાથે મારે કોઇ સંબંધ નથી. મિશેલે દાવો કર્યો હતો કે, મોદી સરકારે જો મારે આ મામલામાંથી મુક્ત થવું હોય તો યુપીએના કેટલાક ચોક્કસ નેતાઓએ કટકી લીધી હોવવાનું જાહેર કરવાનો સોદો મને ઓફર કર્યો હતો. જોકે સરકારના સૂત્રોએ ક્રિિૃયન મિશેલના આરોપને નકારી કાઢયો છે.

કોણ છે ક્રિશ્ચિયન મિશેલ
વીવીઆઇપી હેલિકોપ્ટર સોદા કેસનો મુખ્ય આરોપી. રૃપિયા 36૦૦ કરોડના સોદાને પાર પાડવા યુપીએ સરકાર અને ભારતીય હવાઇદળના ટોચના અધિકારીઓ પર પ્રભાવ પાથરવા ઓગસ્ટા વેસ્ટલેન્ડ દ્વારા બ્રિટિશ નાગરિક ક્રિિૃયન મિશેલને કન્સલ્ટન્સી સેવા માટે નિયુક્ત કરાયો હતો.

આ કેસમાં ૩ વચેટિયા સામે આરોપ
ક્રિશ્ચિયન મિશેલ એકલો આ કેસમાં વચેટિયો નથી. ગ્વિડો હશ્કે અને કાર્લો ગેરોસા પણ આ કેસમાં વચેટિયા હતા. સીબીઆઇ અને ઇડી દ્વારા આ બંને વચેટિયા સામે પણ તપાસ ચાલી રહી છે.

શું છે મિલાન કોર્ટનો ચુકાદો?
ડિસેમ્બર ૨૦૧૬માં ઇટાલીની સુપ્રીમ કોર્ટે ઓગસ્ટા વેસ્ટલેન્ડના વડા બ્રુનો સ્પેગનોલિની અને સીઇઓ ઓરસીને ભ્રષ્ટાચારના આરોપોમાં દોષી ઠેરવ્યા હતા. બંનેએ મિલાનની અપીલ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટે ઓગસ્ટાના વેચાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ચુકાદો આપ્યો હતો. મિશેલ પર ચુકાદામાં જણાવ્યું હતું કે, ભારત સાથેના સોદામાં મિશેલ મુખ્ય કિરદાર હતો. ઓગસ્ટાના વિવિધ કોન્ટ્રાક્ટ માટે મિશેલને ૪૪ મિલિયન યુરો ચૂકવાયા હતા. ઓગસ્ટા વેસ્ટલેન્ડના ભારત સાથેના સોદામાં મિશેલને ચૂકવાયેલી રકમ તેને સોંપાયેલા કામની સરખામણીમાં ઘણી વધુ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન