વાઇબ્રન્ટ: ગાંધીનગરના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા પોકેટ CPU લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

655

વડાપ્રધાન મોદીના સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને ગાંધીનગરના વિદ્યાર્થીઓ સાકાર કરી રહ્યાં છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2017મા ગાંધીનગર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એન્જિનિયરિંગના પાંચ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર સાથે બે ઇંચના કોમ્પ્યુટર એટલે કે સીપીયુ માટે 13 કરોડના એમઓયુ કર્યાં.

એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ સૌપ્રથમ પોકેટ સીપીયુ બનાવ્યું એટલે કે ખિસ્સામાં લઇને ફરી શકાય તેવું સીપીયુ તૈયાર કર્યું છે. આ સીપીયુ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અંકિત પિત્રોડા, પ્રતિક પરમાર, વૈભવ પટેલ, વત્સવ જેઠવા, અને વિશાલ બારોટે બનાવ્યું. સીપીયુની ખાસિયત ખિસ્સામાં લઇને ફરી શકાય તેમજ સાથો સાથ વીજળીનો પણ ઓછો વપરાશ થાય છે. સામાન્ય કોમ્યપુટરની ક્ષમતા કરતાં પોકેટ સીપીયુની પાવર ક્ષમતા કયાંય વધારે છે. આ પોકેટ સીપીયુની કિંમત અંદાજીત 4500 થી 15000 રૂપિયા સુધીની છે. પોકેટ સીપીયુ માટે ત્ર્ણ નેશનલ અને આંતરરાષ્ટ્રીય પેટર્ન માટે અરજી કરાઈ છે.
cpu
આ અંગે પ્રતિક પરમારે કહ્યું હતું કે મને ગૂગલની ફેલોશીપ મળતા હું અમેરિકાના સિલિકોન વેલીમાં ગયો હતો. ત્યાંથી પાછા આવ્યા બાદ આ ટેકનોલોજી પર કામ કર્યું. અમે હાઇફાઈ ટેકનોલોજીનો ભારતીય લોકો કંઇ રીતે ઉપયોગ કરી શકે તેની શોધ કરી. અમે એક કોમ્પ્યુટર બનાવ્યું છે. જે અલ્ટ્રા એચડી વીડિયો પ્લેબેક કરી શકે છે. સામાન્ય રીતે એક મહિનામાં જે કોમ્પ્યુટર પાવર ખાય છે, તેની સરખામણીમાં પોકેટ સીપીયુનો પાવર એક વર્ષ ચાલે છે. આ દેશની તમામ રીજનલ લેંગ્વેજ ફોન્ટ અને મેન્યુ-બટન જેવાંકે ગુજરાતી, કન્નડ, મલયાલમ, તામિલમાં છે.