આ સ્માર્ટફોન કરશે પાવર બેંક જેવું કામ, 21 દિવસ સુધી ચાલશે તેની બેટરી - Sandesh
  • Home
  • Tech
  • આ સ્માર્ટફોન કરશે પાવર બેંક જેવું કામ, 21 દિવસ સુધી ચાલશે તેની બેટરી

આ સ્માર્ટફોન કરશે પાવર બેંક જેવું કામ, 21 દિવસ સુધી ચાલશે તેની બેટરી

 | 6:04 pm IST
  • Share

Micromax નો નવો સ્માર્ટફોન Bharat 5 Plus કંપનીની વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. જો કે, કંપની તરફથી આ ફોન વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેને માત્ર ઓનલાઈન લિસ્ટ કરવામાં આવ્યો છે. ભારતમાં તેની કિંમત અને તેની ઉપલબ્ધી વિશેની કોઈ જાણકારી નથી. આ સ્માર્ટફોનની ખાસિયત તેની બેટરી છે.

Micromax Bharat 5 Plus ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 2.5D કવર્ડ ગ્લાસની સાથે 5.2 ઈંચ HD (720×1280 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 2GB DDR3 રેમની સાથે 1.3GHz રેમની સાથે 1.3GHz ક્વર્ડ કોર MediaTek પ્રોસેસર આપવામાં આવી છે.

કેમેરાના સેક્સનની વાત કરીએ તો તેના રિયરમાં LED ફ્લેશની સાથે 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. તેમજ ફ્રંટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. રિયર કેમેરામાં પેનોરમા, ટાઈમ લેપ્સ, વોટરમાર્ક, બ્યૂટી મોડ અને બુકે ઈફક્ટ જેવા ફીચર આપવામાં આવ્યા છે. તેમજ સેલ્ફી કેમેરામાં પોટ્રેટ મોડ અને એક 83.3 ડિગ્રી વાઈડ એંગલ લેન્સ આપવામાં આવ્યો છે.

Bharat 5 Plusની ઈન્ટરનલ મેમરી 16GB ની છે, જેને કાર્ડની મદદથી 64GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી રીતે જોવા જઈએ તો તેમાં 4G VoLTE, Wi-Fi, Bluetooth, FM radio, અને એક 3.5mm ઓડિયો જેક આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની ખાસિયત તેની બેટરી છે જે 5000mAh ની છે. કંપનીના અનુસાર, જે 21 દિવસમાં સ્ટેન્ડબાય ટાઈમ આપી શકે છે. સાથે તેને પાવર બેંક તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો