NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5450 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ફ્લિપકાર્ટ દ્વારા માઈક્રોમેક્સ વેચશે ‘ઈવોક સિરીઝ’ના સ્માર્ટફોન

ફ્લિપકાર્ટ દ્વારા માઈક્રોમેક્સ વેચશે ‘ઈવોક સિરીઝ’ના સ્માર્ટફોન

 | 2:13 pm IST

ઘરેલૂ સ્માર્ટફોન નિર્માતા માઈક્રોમેક્સે ઓનાલાઈન બજારને ધ્યાનમાં રાખીને ઈવોક સિરીઝ(ઈવોક નોટ અને ઈવોક પાવર)ના સ્માર્ટફોન ઉતાર્યા છે. તે માટે કંપનીએ ઓનલાઈન માર્કેટપ્લેસ ફ્લિપકાર્ટ સાથે કરાર કર્યો છે.

ફ્લિપકાર્ટના ઉપાધ્યક્ષ અજય વીર યાદવે જણાવ્યું કે, “માઈક્રોમેક્સ ભારતીય સ્માર્ટફોન બજારનો એક મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે, જેથી ગ્રાહકોને પોતાના વિશ્વાસ અને ઓછી કિંમત સાથે સ્માર્ટફોન અપનાવવામાં મદદ કરી છે. અમને ખુશી છે કે, અમને ખુશી છે કે, માઈક્રોમેક્સે ફ્લિપકાર્ટ સાથે ભાગીદારી કરી છે”

ઈવોક નોટમાં 5.5 ઈંચની ફુલ એચડી ડિસ્પલે 1.3 ગીગાહટ્રજનું મીડિયાટેક ઓક્ટાકોર પ્રોસેસર, 3 જીબી રેમ, 32 જીબી રોમ, 13 એમપી રિયર અને 5 એમપીનો ફ્રન્ટ કમેરો આપવામાં આવ્યો છે. આ 4G સ્માર્ટફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે. આની કિંમત 9,499 રૂપિયા રાખવામાં આવી છે.

ઈવોક પાવરમાં 5 ઈંચની ફુલએચડી ડિસ્પલે, 1.3 ગીગાહટ્રઝનું ક્વોડકોર પ્રોસેસર, 2 જીબી રેમ, 16 જીબી રોમ, 8 એમપીનો રિયર અને 5 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

1