યૂનિક મોબાઈલના ચાહકો માટે માઈક્રોમેક્સે લોન્ચ કર્યા બે સ્માર્ટફોન - Sandesh
  • Home
  • Technology
  • યૂનિક મોબાઈલના ચાહકો માટે માઈક્રોમેક્સે લોન્ચ કર્યા બે સ્માર્ટફોન

યૂનિક મોબાઈલના ચાહકો માટે માઈક્રોમેક્સે લોન્ચ કર્યા બે સ્માર્ટફોન

 | 12:54 pm IST

ઈન્ડિયાની ઈલેક્ટ્રોનિક્સ સામાન બનાવતી કંપની માઈક્રોમેક્સે પોતાની યૂ ટેલીવેન્ચર્સ બ્રેન્ડ હેઠળ બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર આ બંને સ્માર્ટફોન યૂનીક ડિઝાઈનવાળા સ્માર્ટફોનના ચાહકો માટે લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ આ બંને સ્માર્ટફોનને યૂ યૂનીક પ્લસ અને યૂ યૂરેકા એસ મોડલ નામથી મૂક્યા છે. ટૂંક સમયમાં જ આ સ્માર્ટફોનને માર્કેટમાં ઉતારવામાં આવશે.

yu-1471923387

યૂ યૂનિક પ્લસની કિંમત અને ખાસ ફિચર્સ
Yu Yuique Plus ડ્યુલ સિમવાળો સ્માર્ટફોન છે. જે એન્ડ્રોયંડ 5.1 લોલિપોપ ઓએસ પર કામ કરે છે. આમાં 4.7 આઈપીએસ ડિસ્પલે સ્ક્રિન કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે આપવામાં આવ્યું છે. સારા પ્રદર્શન માટે આમાં 1.2 ગીગાહટ્ઝ ક્વોલકોમ સ્નેપડ્રેગન 410 પ્રોસેસર, આઈડ્રો 306 જીપીયૂ, 2 જીબી રેમ અને 8 જીબી ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 32 જીબી સુધી માઈક્રોએસડી કાર્ડ લગાવામાં આવી શકે છે. આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો હેક કેમરો એલઈડી ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે, જ્યારે 2 એમપીનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ 4જી અને 3જી, વાઈફાઈ, બ્લૂટૂથ અને જીપીએલસ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 2000 એમએએચની બેટરી આપવામાં આવી છે આ મોબાઈલને 6499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે.

yu2-1471923410

યૂ યેરેકા એસની કિંમત અને ખાસ ફિચર્સ
Yu Yureka S માં 5.2 ઈંચની ડિસ્પલે સ્ક્રિન કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 1.1 ગીગાહટ્ઝ ઓક્ટોકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 615 પ્રોસેસર, 3 જીબી રેમ. 16 જીબી ઈન્ટરનલ મેમોરી અને 32 જીબી માઈક્રોએસડી કાર્ડ સપોર્ટખથી લેસ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોયડ 5.1 લોલિપોપ ઓએસ પર કામ કરે છે. આમા કંપનીનું એરાઉન્ડ યૂ સર્વિસ પ્લેટફોર્મ પણ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં બેક કેમેરો 13 અને સેલ્ફી 16 એમપીનો આપવામાં આવ્યો છે. આ મોબાઈલ પણ 4જી અને 3જી વાઈફાઈ, જીપીએસ, બ્લૂટૂખ અને માઈક્રોયૂએસબી સપોર્ટ કરે છે. આમાં 3000 એમએએચની બેટરી આવામાં આવી છે. આ ફોનની કિંમત કંપનીએ 12999 રૂપિયા રાખી છે.