micromax-launches-smart-tv-in-indiamicromax-launches-smart-tv-in-india
  • Home
  • Technology
  • આ કંપનીએ ભારતમાં લોંચ કર્યા સ્માર્ટ TV, અવાજથી થશે કંટ્રોલ

આ કંપનીએ ભારતમાં લોંચ કર્યા સ્માર્ટ TV, અવાજથી થશે કંટ્રોલ

 | 2:20 am IST

માઇક્રોમેક્સે ભારતમાં પોતાનાં પહેલા પણ એન્ડ્રોઇડ ટીવી લોન્ચ કરેલ છે. જો કે કંપનીએ આ નવા ટીવીનું નામ નથી જણાવ્યું. માઇક્રોમેક્સનાં આ એન્ડ્રોઇડ ટીવીને 49 અને 55 ઇંચનાં બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ બંને ટીવીમાં 4K અલ્ટ્રાએચડી HDR10 સપોર્ટ કરે છે. 49 ઇંચવાળા ટીવીની કિંમત 51,990 રૂપિયા અને 55 ઇંચવાળા ટીવીની કિંમત 61,990 રૂપિયા છે. આ બંને ટીવીમાં ગૂગલ પ્લે-સ્ટોર મળશે કે જ્યાંથી આપ મનપસંદ એપ ડાઉનલોડ કરી શકશો.

માઇક્રોમેક્સનાં આ બંને ટીવીને અવાજથી પણ કન્ટ્રોલ કરી શકાય છે. બંને ટીવીમાં ગૂગલ અસિસ્ટંટનો સપોર્ટ આપવામાં આવેલ છે. ટીવીમાં 12 વોટનાં બે સ્પીકર્સ છે. આ સાથે જ ટીવીને વીજળીથી બચાવવા માટે આને એનર્જી સર્ટિફિકેશન પણ મળ્યું છે.

આ બંને ટીવીનું વેચાણ થોડા જ સમયમાં ઓફલાઇન સ્ટોરમાં મળી રહેશે, જો કે કંપનીએ એક નિશ્ચિત તારીખ નથી જણાવી. માઇક્રોમેક્સનાં મુકાબલે ટીવીનાં બજારમાં શાઓમી, થોમસન, સેમસંગ અને એલજી જેવી કંપનીઓ પણ ટકરાશે.