microsoft ceo satya nadella gets c k prahalad award for global business sustainability leadership
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • માઈક્રોસોફ્ટના CEOને મળશે ખાસ સમ્માન, જાણો શેના માટે મળે છે આ એવોર્ડ

માઈક્રોસોફ્ટના CEOને મળશે ખાસ સમ્માન, જાણો શેના માટે મળે છે આ એવોર્ડ

 | 3:27 pm IST
  • Share

  • માઈક્રોસોફ્ટના CEOને મળશે ખાસ સમ્માન

  • સત્ય નડેલાને મળશે સીકે પ્રહલાદ એવોર્ડ

  • જાણો શેના માટે મળે છે આ એવોર્ડ

માઈક્રોસોફ્ટના સીઈઓ અને ભારતવંશી સત્ય નડેલા (Microsoft CEO Satya Nadella)ને ગ્લોબલ બિઝનેસ સસ્ટેનેબિલિટી લિડરશીપ માટે આ વર્ષે સીકે પ્રહલાદ પુરસ્કારથી સમ્માનિત કરાશે.

2010માં આ એવોર્ડની શરૂઆત કરાઈ હતી

મળતી માહિતી અનુસાર ભારતીય- અમેરિકી પ્રહલાદને સમ્માનિત કરવા માટે કોર્પોરેટ ઈકો ફોરમના આગ્રહ પર 2010માં આ પુરસ્કારની શરૂઆત કરાઈ હતી. પ્રહલાદ ફોરમના સંસ્થાપક સલાહકાર બોર્ડના સભ્ય હતા. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અસાધારણ, વિશ્વ સ્તરે ખાનગી ક્ષેત્રમાં કરાયેલા મહત્વના કામને માન્યતા આપે છે જે સ્થિરતા, નવાચાર અને દીર્ઘકાલિક વ્યવસાયિક સફળતાની સાથે મૌલિક સંબંધોનું ઉદાહરણ છે.

માઈક્રોસોફ્ટના 4 સભ્યોને મળ્યો છે આ ખાસ પુરસ્કાર

માઈક્રોસોફ્ટના 4 ખાસ સભ્યો નડેલા, કંપનીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બ્રેડ સ્મિથ, મુખ્ય નાણાકીય અધિકારી એમી હુડ અને મુખ્ય પર્યાવરણ અધિકારી લુકાસ જોપ્પાને 2030 સુધી મારિકોસોફ્ટને કાર્બન નકારાત્મક કંપનીમાં બદલવાના હેતુથી કામ કરવા માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અપાયો છે. સીઈએફના સંસ્થાપક એમઆર રંગાસ્વામીએ કહ્યું કે નડેલા, હુડ, સ્મિથ અને જોપ્પાએ ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. આવું પહેલી વાર છે જ્યારે અમે સીઈઓ/ અધ્યક્ષ/ સીફઓ/ પર્યાવરણ અધિરારીનું આવું ઉત્કૃષ્ટ કામ જોયું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો