Microsoft CEO Satya Nadella may be visit to india in February
  • Home
  • Business
  • માઈક્રોસોફ્ટ CEO સત્યા નડેલા CAA વિરુદ્ધ બોલતા સર્જાયો હતો વિવાદ, હવે PM મોદીને મળશે!

માઈક્રોસોફ્ટ CEO સત્યા નડેલા CAA વિરુદ્ધ બોલતા સર્જાયો હતો વિવાદ, હવે PM મોદીને મળશે!

 | 5:59 pm IST

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા ફેબ્રુઆરીના અંતે ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. એક ન્યૂઝ એજન્સીના સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. નડેલા 24 અને 26 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે નડેલાનો આ ભારત પ્રવાસ એટલા માટે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે કારણ કે તાજેતરમાં તેમણે ભારતની ઇમિગ્રેશન પોલિસી(CAA)ની ટીકા કરી હતી. સૂત્રો મુજબ ભારત પ્રવાસ દરમિયાન તેઓ દિલ્હી, બેંગલુરુ અને મુંબઈની મુલાકાત લઈ શકે છે.

માઇક્રોસોફ્ટ સહિત અન્ય ટેક્નોલોજી કંપનીઓ માટે ભારત એક મહત્વપૂર્ણ માર્કેટ છે. ભારતના હૈદરાબાદ શહેરમાં માઇક્રોસોફ્ટનું અમેરિકાની બહાર સૌથી મોટું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે. ત્યારે સત્યા નડેલા પણ હૈદરાબાદમાં મોટા થયા છે. આ મુલાકાત દરમિયાન નડેલા દેશના પ્રમુખ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી માઈક્રોસોફ્ટ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે, સૂત્રો મુજબ માઈક્રોશોફ્ટ, નડેલાની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત ફિક્સ કરવા પ્રયત્ન કરી રહ્યું છે. જો કે, આ બેઠકની પુષ્ટિ હાલ થઈ નથી. બીજી તરફ આ અંગે જ્યારે વડાપ્રધાન કાર્યાલયમાં પૂછવામાં આવ્યું તો તેમણે પણ કોઈ જવાબ આપ્યો નથી.

CAA પર નડેલાના નિવેદનથી થયો હતો વિવાદ:

નડેલાએ ગયા મહિને નાગરિકતા સંશોધન કાયદા(CAA) વિશે એક નિવેદન આપ્યું હતું. જેના કારણે મોટો વિવાદ સર્જાયો હતો. તેમણે કહ્યું હતું કે ભારતમાં જે થઈ રહ્યું છે તે દુ:ખદ છે. ઉપરાંત તેમણે કહ્યું કે કોઈ અપ્રવાસી બાંગ્લાદેશી ભારતમાં મોટી કંપની શરૂ કરે અથવા ઈન્ફોસિસ જેવી કંપનીનો સીઈઓ બને તો મને ખુશી થશે. નડેલાના આ નિવેદન પર બીજેપીએ નારાજગી જાહેરત કરી નિંદા કરી હતી. ત્યાર બાદ માઈક્રોસોફ્ટે નડેલા તરફથી નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે દરેક દેશેને પોતાની સીમાઓની સુરક્ષાનો અધિકાર છે. નડેલાનો આ પ્રવાસ તે સમય થઈ રહ્યો છે જ્યારે ભારત સરકાર ટેક્નોલોજીની વિદેશી કંપનીઓ વિરુદ્ધ નિયમો કડક કરી રહી છે. સરકારે ગત વર્ષે ભારતમાં ડાટા સ્ટોર કરવાના નિયમો લાગૂ કર્યા હતા.

આ વીડિયો પણ જુઓ: ખેડામાં શિક્ષકે કરી વિદ્યાર્થિની સાથે છેડતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન