હવે મોબાઇલ ભાંગવા-તૂટવાની ચિંતા ન કરો, ગમે તેમ વાળી શકાશે આ ફોન

આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીનો ઉપયોગ ઝડપી રીતે વધી રહ્યો છે. સમય-સમય પર ટેક્નોલોજી ક્ષેત્રમાં નવીનતા જોવા મળી રહી છે. તે જોતા અમેરિકાની ટેક કંપની માઇક્રોસોફ્ટ વિંડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત ફોલ્ડેબલ સ્માર્ટફોન લાવા જઈ રહી છે.
નોંધનીય છે કે હવે લોકોમાં ફોલ્ડેબલ સ્માર્ટફોનનો ક્રેજ વધી રહ્યો છે. સૌથી પહેલા રોયેલે(Royale) ફોલ્ડેબલ સ્માર્ટફોન લાવવાની જાહેરાત કરી હતી. તેના પછી ખબર આવી કે સેમસંગ પણ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે. રિપોર્ટ મુજબ માઇક્રોસોફ્ટનો ફોલ્ડેબલ ડિવાઇસ ડુઅલ સ્ક્રીન એટલે કે બે સ્ક્રીનવાળો હશે. આ એક નવું ફિચર છે જે અત્યાર સુધી કોઈ પણ ફોલ્ડેબલ ફોનના મોડલમાં આવ્યું નથી. માઇક્રોસોફ્ટનું આ ડિવાઇઝ વિંડોઝ 10 પર રન કરશે.
હાલ માઇક્રોસોફ્ટનો લક્ષ્ય વિંડોઝ ઓપરેટિંગ સિસ્ટમને ફોલ્ડેબલ ડિવાઇસને સપોર્ટ કરવા માટે તૈયાર કરવાનો છે અને કંપની તેના પર કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે માઇક્રોસોફ્ટનું ડિવાઇઝ ટેબલેટની જેમ હશે. માઇક્રોસોપ્ટ વિંડોઝ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરવા ઉપરાંત ARM બેસ્ડ ચિપ્સને સપોર્ટ કરવા માટે પણ કામ કરી રહી છે. ઉપરાંત કંપની ઈન્ટેલ અને OEMs સાથે પણ કામ કરી રહી છે. તેથી માર્કેટને ફોલ્ડેબલ અને ડુઅલ-સ્ક્રીન ડિવાઇસ માટે તૈયાર કરી શકાય.