Microsoft's Nadella sad with CAA, wants Bangladeshi immigrant to be Infosys CEO
  • Home
  • Business
  • માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ ભારતમાં લાગૂ CAAને લઇ આપ્યું ચોંકાવનારું નિવેદન

માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ ભારતમાં લાગૂ CAAને લઇ આપ્યું ચોંકાવનારું નિવેદન

 | 7:38 am IST

નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને લઇ ચાલી રહેલ દેશભરમાં પ્રદર્શનની વચ્ચે માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોમવારના રોજ એક કાર્યક્રમમાં કહ્યું કે મને લાગે છે કે જે થઇ રહ્યું છે તે ખૂબ જ દુખદ છે…આ ખરાબ છે…હું એક એવા બાંગ્લાદેશી પ્રવાસીને જોવાનું પસંદ કરીશ જે ભારતમાં આવે નેકસ્ટ યુનિકૉન સ્થાપિત કરે અથવા તો ઇન્ફોસીસના નેકસ્ટ સીઇઓ બને.

વેબસાઇટ BuzzfeedNewsના એડિટર-ઇન ચીફ બેન સ્મિથે ટ્વિટર પર લખ્યું કે ભારતમાં જન્મેલા નડેલાએ એક પ્રશ્નના જવાબમાં આ વાતો કહી.

માઇક્રોસોફ્ટના સીઇઓ એ આ વાત મેનહટ્ટનમાં કંપનીના જ એક કાર્યક્રમમાં કહી. તેમણે આ વાત એવા સમયે કહી જ્યારે વિપક્ષ સહિત કેટલીય સેલિબ્રિટી સીએએને લઇ મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે. તો જવાહર લાલ નહેરૂ યુનિવર્સિટી અને જામિયા મિલિયા જેવી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એક મહિનાથી પણ વધુ સમયથી આ કાયદાની વિરૂદ્ધ હલ્લા બોલ કરી રહ્યા છે.

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ પણ સત્ય નડેલાના આ નિવેદનનું સ્વાગત કર્યું છે. એક ટ્વીટ દ્વારા રામચંદ્ર ગુહાએ કહ્યું કે હું ખુશ છું કે સત્ય નડેલા તે કહે છે જે તેઓ મહેસૂસ કરતા હતા. આ બુદ્ધિમતાપૂર્ણ વાત છે. આઇટી ઇન્ડસ્ટ્રીઝના બીજા લોકોએ પણ આ કહેવાનું સાહસ દેખાડવું જોઇએ. ઉલ્લેખનીય છે કે ગુહા સીએએ વિરૂદ્ધ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે.

દેશમા સીએએ હવેથી લાગૂ

સીએએ 2019, હવે 10મી જાન્યુઆરીથી આખા દેશમાં લાગૂ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે તેને લઇ નોટિફિકેશન પણ રજૂ કરી દીધું છે. દેશમાં કેટલીય જગ્યાઓ પર નાગરિકતા સંશોધન કાયદાને લઇ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. સીએએ પર દેશના કેટલાંય વિસ્તારોમાં હિંસા પણ જોવા મળી છે.

શું છે નાગરિકતા સંશોધન કાયદો?

નાગરિકતા અધિનિયમ, 1955મા કેન્દ્ર સરકારે બદલાવ કર્યો છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવતા હિન્દુ, જૈન, બૌદ્ધ, સિખ, ઇસાઇ, પારસી શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળવામાં સરળતા રહેશે. અત્યાર સુધી તેમને ગેરકાયદે શરણાર્થી મનાતા હતા. આ કાયદાનો લાભ હવે શરણાર્થીઓને મળી શકશે.

આ વીડિયો પણ જુઓ – CAA-NRCની સામે કોંગ્રેસે બોલાવેલી બેઠકમાં 14 વિપક્ષી દળો એક થયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન