મધ્ય રેલવેના માથાનો દુખાવો બનેલા ફાટકો જલદી બંધ થશે - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • મધ્ય રેલવેના માથાનો દુખાવો બનેલા ફાટકો જલદી બંધ થશે

મધ્ય રેલવેના માથાનો દુખાવો બનેલા ફાટકો જલદી બંધ થશે

 | 12:18 am IST

મુંબઈ, તા. ૧૪

મધ્ય રેલવેના ઉપનગરીય નેટવર્ક પર લોકલ ટ્રેનો મોડી થવી એ સામાન્ય વાત છે. આ પરેશાનીનો ઉકેલ ત્યાં સુધી નહીં નીકળે જ્યાં સુધી આ રૂટ પરના તમામ ફાટક બંધ નહીં કરવામાં આવે. આ રૂટના યાત્રીઓ માટે રાહતની વાત એ છે કે ઠાકુર્લી સ્ટેશન પાસે જલદી જ રોડ ઓવર બ્રિજ (ROB)નું કામ પૂરું થવાનું છે. અહીં ROB ન હોવાના કારણે રોજ ૯૦ લોકલ ટ્રેન સેવાઓ લગભગ ૧૦ મિનિટ મોડી ચાલે છે.

વસતિ પ્રમાણે ઠાકુર્લી (પૂર્વ) ગીચ છે. અહીંથી ફાટકથી પસાર થતાં ડોમ્બિવલી પહોંચતા ફક્ત ૫-૭ મિનિટ લાગે છે. અત્યાર સુધી ROB ન હોવાને કારણે લોકો પાસે ફાટક જ ટ્રેકની બન્ને દિશાઓમાં આવવા-જવાનો રસ્તો હતો.

આ વખતે રેલવે બજેટમાં દિવા ફાટક પર ROB બનાવવા માટે પ્રારંભિક રકમની ફાળવણી થઈ છે. ઠાકુર્લી અને દિવા જંક્શનના ફાટક મધ્ય રેલવે માટે સૌથી મોટી મુસીબત છે. દિવાનું ફાટક બંધ કરવા માટે રેલવે દ્વારા રાજ્ય સરકારને પણ અપીલ કરવામાં આવી હતી. સૂત્રો પ્રમાણે મધ્ય રેલવે દ્વારા  ૨૦૧૩માં અહી ROB બનાવવાનો પ્રસ્તાવ હતો, પણ થાણે મનપાને રેલવેની ડિઝાઇનથી તકલીફ હતી. ઇર્ંમ્ને જ્યાં ઉતારવાનો હતો ત્યાંના સ્થાનિક લોકોનો વિરોધ શરૂ થઈ ગયો હતો. એટલે કામ હજી સુધી અટકેલું છે. આખા દિવસમાં ફાટક ૬૩ વાર ખોલવામાં આવે છે. એને લીધે ૩૦૦ સર્વિસિસ પર અસર પડે છે.

;