2019ની ચૂંટણીમાં BJPને મળનારી બેઠકોને લઈને કેજરીવાલે કરી ભવિષ્યવાણી - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • 2019ની ચૂંટણીમાં BJPને મળનારી બેઠકોને લઈને કેજરીવાલે કરી ભવિષ્યવાણી

2019ની ચૂંટણીમાં BJPને મળનારી બેઠકોને લઈને કેજરીવાલે કરી ભવિષ્યવાણી

 | 8:53 pm IST

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કેટલી બેઠકો મળશે તેને લઈને ભવિષ્યવાણી કરી છે. કેજરીવાલે તેના માટેના કારણો પણ ગણાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે અને મધ્યમ વર્ગનો ભાજપથી મોહ ભંગ થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે કોઈ પણ દળ કે ગઠ્બંધનને 272 બેઠકો મળવી અનિવાર્ય છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં 30 વર્ષ બાદ ભાજપે એકલા હાથે બહુમત મેળવ્યો હ્તો. ભાજપે રીતસરનો સપાટો બોલાવી 282 બેઠકો સાથે દિલ્હીમાં સત્તા મેળવી હતી. જ્યારે ભાજપની આગેવાની હેઠળના એનડીએની બેઠકોનો આંકડો 336એ પહોંચ્યો હતો.

દેશભરમાં વન નેશન નવ ઈલેક્શનની ચર્ચાએ જોર પકડ્યું છે. તેવી જ રીતે સમય સમયે ટીવી ચેનલો અને અન્ય સંસ્થાઓ દ્વારા ચૂંટણી લક્ષી સર્વે પણ હાથ ધરવામાં આવતા હોય છે. અત્યાર સુધીના તમામ સર્વેમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ એકલા હાથે સત્તા પર બિરાજમાન થતો દર્શાવવામાં આવે છે. પરંતુ અરવિંદ કેજરીવાલે કરેલી ભવિષ્યવાણી પ્રમાણે ભાજપને 2019માં ભાજપને 215 બેઠકો મળતી હોવાનું જણાવ્યું છે.

કેજરીવાલે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં હું ઘણા લોકોને મળ્યો, બધાએ ભાજપને 2019માં ભાજપને 215 બેઠકો મળતી હોવાની વાત સાથે સહમત છે. ભાજપને આ વખતે ઓછી બેઠકો મળવા માટેના કારણો પણ કેજરીવાલે રજુ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે. યુવાનો પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે. મિડલ ક્લાસનો ભાજપ પરથી મોહભંગ થઈ ગયો છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ આ મુદ્દે એક ટ્વિટ પણ કરી હતી. જોકે કેજરીવાલના આ મતની લોકોએ સોશિયલ મીડિયા પર ભારે મજા લીધી હતી. કેજરીવાલના જુના ટ્વિટને લઈને પણ લોકોએ સવાલોનો મારો ચલાવ્યો હતો. એક વ્યક્તિએ પુછ્યું હતું કે – ગુજરાતની ચૂંટણીમાં પણ તમારા સૂત્રો કંઈક આવુ જ કરી રહ્યાં હતાં, હવે એ દાવાઓનું શું થયું. વિદિતા નામનની એક યૂઝરે લખ્યું હતું કે – AAPનો આ વખતે 500 બેઠકો પર વિજય, જો કે રિઝલ્ટ બાદ 500 બેઠક પર ડિપોઝીટ જપ્તના નામે મશહુર થશે. અન્ય એક યૂઝરે કહ્યું હતું કે, દુગ્ગલ સાહેબ ફરી એકવાર ચૂંટણી નિષ્ણાંત બની ગયા છે. જ્યારે એક યૂઝરે તો કહ્યું હતું કે – ભાજપને છોડો આમ આદમી પાર્ટીને 2019માં કેટલી બેઠકો મળશે, બધા એ વાતને લઈને સહમત છે કે આ વખતે AAPને 420 બેઠકો મળશે.