middle east saudi arabia to lift entry ban from 6 countries including india pakistan
  • Home
  • Featured
  • સઉદી અરબની યાત્રા કરી શકશે ભારતીયો, 6 દેશો પરથી હટ્યો બૅન

સઉદી અરબની યાત્રા કરી શકશે ભારતીયો, 6 દેશો પરથી હટ્યો બૅન

 | 8:56 am IST
  • Share

  • ભારતીયોને 1 ડિસેમ્બરથી મળશે મોટી રાહત

  • સઉદી અરબની યાત્રા કરી શકશે ભારતીયો

  • કુલ 6 દેશો પરથી હટાવાયો બૅન

 
કોરોના વાયરસના કારણે સંયુક્ત અરબ અમીરાત સહિતના અનેક દેશ અને અન્ય દેશોની વચ્ચે યાત્રા કરનારા લોકોને આ સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સઉદી અરબે જાહેરાત કરી છે કે તે ભારત અને પાકિસ્તાન સહિત 6 દેશના પ્રવાસીઓ પર યાત્રા પ્રતિબંધ હટાવશે. તેઓએ કહ્યું કે આ નિર્દેશને સંપૂર્ણ રીતે વેક્સિનેશનવાળા પ્રવાસીઓને સીધો પ્રવેશ અપાશે. આ સાથે તેઓએ દેશમાં પ્રવેશ કરતા પહેલા પોતાના દેશની બહાર 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવાની જરૂર રહેશે નહીં.

 

1 ડિસેમ્બર 2021ની રાતે 1 વાગ્યાથી લાગૂ થશે નિયમ

સઉદી અરબના આંતરિક મંત્રાલયે નિર્દેશ આપતા કહ્યું કે આ ફેરફાર 1 ડિસેમ્બરની અડધી રાતે 1 વાગ્યાથી લાગૂ થશે. સઉદી અરબના નિવેદન અનુસાર ભારત, પાકિસ્તાન, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, વિયતનામ અને મિસ્રના યાત્રીઓએ 14 દિવસ થર્ડ કન્ટ્રીમાં ક્વોરન્ટીન કર્યા વિના દેશમાં પ્રવેશ અપાશે. મંત્રાલયે આ નિર્ણય કોરોનાથી બનેલી સ્થિતિમાં સુધારો લાવવા માટે લીધો છે. મંત્રાલયે કોરોનાના નિયમોનું કડકાઈથી પાલન કરવા અને ધ્યાન રાખવા પર ભાર મૂક્યો છે. ભારતમાંથી મોટી સંખ્યામાં રોજ મુસલમાન ધાર્મિક યાત્રા ઉમરાહ પર સઉદી અરબના મક્કા અને મદીના શહેર આવે છે.

 

15 માર્ચ 2020ના રોજ લગાવાયો હતો બૅન

કોરોનાના કારણે 15 માર્ચ 2020ના રોજ સઉદી અરબે વાયરસના પ્રસારને રોકવામાં મદદ કરવા માટે તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર રોક લગાવી હતી. 17 મે 2021ના આંતરરાષ્ટ્રીય સેવાને ફરીથી 20 દેશો માટે હટાવવામાં આવી જ્યાં કોરોનાનો પ્રભાવ ઘટી રહ્યો હતો. આ પ્રતિબંધમાં લેબનાન, સંયુક્ત અરબ અમીરાત, મિસ્ર, તુર્કી, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ઈટલી, આયર્લેન્ડ, પુર્તગાલ, સ્વિત્ઝરલેન્ડ, સ્વીડન, બ્રાઝિલ, અર્જેન્ટિના, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ભારત, ઈન્ડોનેશિયા અને જાપાન સામેલ છે. આ પહેલા ફેબ્રુઆરીમાં કોરોના કેસ વૈશ્વિક સ્તરે વધવાના કારણે સીધો પ્રવેશ પણ પ્રતિબંધિત રહ્યો હતો.

સાર્વજનિક સ્થળોએ માસ્ક પહેરવાનું હવે જરૂરી નહીં

દેશની કુલ આબાદી 34.8 મિલિયન લોકોમાંથી 20.6 મિલિયન લોકો કોરોના વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા છે. આંતરિક મંત્રાલયે કહ્યું કે વિશેષ જગ્યાઓ સિવાય સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવાનું જરૂરી નથી, તેમાં મક્કાની ગ્રેન્ડ મસ્જિદ અને મદીનામાં પયગંબરની મસ્જિદ સામેલ છે. અહીં આવનારા તમામ લોકો અને મસ્જિદનો સ્ટાફ માસ્ક પહેરે છે. બંને મસ્જિદ સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવી છે. મંત્રાલયની સ્વાસ્થ્ય એપ Eatmarna અને Tawakkalnaની મદદથી અહીં જઈ શકાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો