દિકરીને ઠંડી લાગતાં ડ્રગ માફિયાએ બાળી નાખ્યા 20 લાખ ડોલર - Sandesh
  • Home
  • World
  • દિકરીને ઠંડી લાગતાં ડ્રગ માફિયાએ બાળી નાખ્યા 20 લાખ ડોલર

દિકરીને ઠંડી લાગતાં ડ્રગ માફિયાએ બાળી નાખ્યા 20 લાખ ડોલર

 | 11:08 am IST

કોલમ્બિયાના ડ્રગ માફિયા પાબ્લો એસ્કાબારે તેની દિકરીને ઠંડી લાગતાં એક રાતમાં 20 લાખ ડોલર બાળી અગ્નિ પ્રગટાવી હતી

કુખ્યાત ડ્રગ માફિયા તે સમયે નાસતો ફરતો હતો અને પુત્રીને ઉષ્મા પૂરી પાડવા પર્વત પરના તેના છૂપા સ્થળે એક રાતમાં 20 લાખ ડોલરની હોળી કરી હતી. પાબ્લોના પુત્ર સેબાસ્તીયન સારોકમે આ મુજબ જણાવ્યું હતું. સેરબાસ્તીયને હવે તેનું નામ બદલીને જુઆન રાખ્યું છે.

પુત્રી માન્યુએલા હાજોર્થેર્મિયાથી પીડાતા હતી અને તેનું તાપમાન ઘટી રહ્યું હતું. આથી તેને ઉષ્મા પૂરી પાડવા પાબ્લોએ લાખો ડોલરથી અગ્નિ ચેતાવી હતી. ભોજન રાંધવા માટે પણ આ જ અગ્નિનો ઉપયોગ કરાયો હતો. 15 વર્ષ અગાઉ પિતાના મૃત્યુ પછી જુઆન પરિવાર સાથે આર્જેન્ટિનામાં ઠરીઠામ થયો છે. કોલમ્બિયાના મેગેઝિન ડોન જુઆનને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે આ મુજબ જણાવ્યું હતું.

જુઆને જણાવ્યું હતું કે તેના પિતા સુરક્ષા પ્રત્યે ભારે સજાગ હતા. તેમના વતન મેડેલિનમાં બહારના લોકોની અવરજવર પર ધ્યાન રાખવા તેમણે આખી ટેકસી કંપની જ ખરીદી હતી. પાબ્લો મેડેલિનમાં જ પ્રત્યેક 48 કલાકે રહેઠાણ બદલતો હતો. આ માટે તેણે શહેરમાં જ 14 છૂપાસ્થાનો તૈયાર કર્યા હતાં.

પોબ્લો પોલીસના સકંજામાંથી છટકી જવાનો પ્રયાસ કરતાં ગોળી વાગવાથી 1993માં મૃત્યુ પામ્યો હતો. 1989માં તેની પાસે 18 અબજ ડોલરનું સામ્રાજ્ય હતું અને ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં વિશ્વના સૌથી ધનવાનોમાં તેને સાતમો ક્રમ આપવામાં આવ્યો હતો.

આમ પાબ્લો અમેરિકા અને કોલમ્બિયા માટે શત્રુ હતો પરંતુ ગરીબો માટે નાણાં વેરતો હોવાથી અનેક લોકોમાં તે ભારે આદરભાવ ધરાવતો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન