Migrant Workers hearing in Supreme Court, Kapil Sibal and Tushar Mehta Aggressive
  • Home
  • Corona live
  • કપિલ સિબ્બલ શ્રમિકોને લઈને SCમાં દલીલ કરી રહ્યાં હતા ત્યારે પુછાયો સણસણતો સવાલ

કપિલ સિબ્બલ શ્રમિકોને લઈને SCમાં દલીલ કરી રહ્યાં હતા ત્યારે પુછાયો સણસણતો સવાલ

 | 4:28 pm IST

સુપ્રીમ કોર્ટમાં પ્રવાસી શ્રમિકો પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી અદાલતમાં જવાબ રજુ કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં 91 લાખ શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. જોકે સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વકીલ કપિલ સિબ્બલ વચ્ચે ચણભણ પણ થઈ ગઈ હતી. સોલિસિટર જનરલે કપિલ સિબ્બલને જોરદાર ટિપ્પણી કરી હતી.

સોલિસિટર જનરલે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલને સણસણતો સવાલ કરતા કહ્યું હતું કે, તમે આ સંકટ વચ્ચે શું મદદ કરી? સોલિસિટર જનરલના આ સવાલ પર કપિલ સિબ્બલ તરફથી જવાબ આપવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટનો ઘટનાક્રમ

સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલ બોલવા ઉભા થયા તો સોલિસિટર જનરલે તેનો વિરોધ કર્યો.

સોલિસિટર જનરલ : આ સ્થળને રાજનીતિનો અખાડો ના બનાવવામાં આવે.

કપિલ સિબ્બલ  : આ એક માનવીય હોનારત છે.

સોલિસિટર જનરલ : તમે આ મુશ્કેલીના સમયમાં શું મદદ કરી?

સિબ્બલ : ચાર કરોડ. આ મારો સહયોગ છે. આવી વાતો ના કરો.

સુપ્રીમ કોર્ટ : તમે (કપિલ સિબ્બલ) કોના તરફથી કેસ લડી રહ્યાં છો?

કપિલ સિબ્બલ : હું સર્વ હર જન આંદોલન, દિલ્હી શ્રમિક સંગઠન તરફથી કેસ લડવા અદાલતમાં હાજર થયો છું. 1991ના આંકડા પ્રમાણે દેશમાં 3 કરોડ પ્રવાસી શ્રમિકો છે. હવે આ સંખ્યા વધીને 4 કરોડની આસપાસ થઈ ગઈ છે. પરંતુ સરકાર માત્ર 91 લાખ શ્રમિકોને જ તેમના ઘરે પહોંચાડ્યાનો દાવો કરી રહી છે તો પછી બાકીના લોકો ગયા ક્યાં?

સોલિસિટર જનરલ : આ દિશામાં એક રાષ્ટ્રીય પ્લાન પર કામ થઈ રહ્યું છે.

સિબ્બલ : તમે તમારા સોગંધનામામાં કોઈ રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરના પ્લાનનો ઉલ્લેખ નથી કર્યો. મારી માંગણી છે કે, વધારે ટ્રેનો દોડાવવામાં આવે. જો કોઈ શ્રમિક ઘરે જવા રજિસ્ટર કરવા માંગે તો કેવી રીતે કરી શકે? જો કોઈને હિંદી કે બીજી ભાષા બોલતા નથી આવડતુ તો તે શું કરે? માત્ર દાળ આપી દેવાથી શુ6 થાય? તે તેને રાંધશે કેવી રીતે?

આ વીડિયો પણ જુઓ : અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલા વાવાઝોડાએ દિશા બદલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન