Mika Singh, returned to Musharraf's house in Pakistan, shouted 'Bharat Mata Ki Jai', video
  • Home
  • Featured
  • પાકિસ્તાનમાં મુશર્રફના ઘરે પાર્ટી કરી પાછા ફરેલા મિકા સિંહે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, Video

પાકિસ્તાનમાં મુશર્રફના ઘરે પાર્ટી કરી પાછા ફરેલા મિકા સિંહે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, Video

 | 9:29 am IST

ગત દિવસે બોલીવુડ સિંગર મીકા સિંહે પાકિસ્તાનમાં એક હાઇપ્રોફાઇલ ફંક્શનમાં પરફોર્મ કરવાને લઇને ખૂબ બબાલ થઇ. હવે આ દરેકની વચ્ચે મીકા સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા તે ‘ભારત માતા ની જય’ અને ‘વંદેમાતરમ’ના નારા લગાવતા નજરે પડી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને તેની પર ફેન્સના રિએક્શન પણ સામે આવી રહ્યા છે. મીકા સિંહે આ વીડિયો તેમના ટ્વિટર એકાઉન્ટ પર 15 ઓગસ્ટે શેર કર્યો હતો. આ વીડિયો વાઘા બોર્ડરનો છે જ્યાં મીકા સિંહ જવાનોની સાથે નજરે પડી રહ્યા છે અને તે હાજર લોકોની સાથે મળીને નારા લગાવતા નજરે પડી રહ્યા છે.

મીકા સિંહે આ વીડિયો 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસે શેર કર્યો હતો. તે શેર કરતા તેણે લખ્યું છે, ‘ભારત માતાની જય’, આટલા પ્રેમ ભર્યા સ્વાગત માટે આભાર, સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. એક વખત ફરી અમારા જવાનોને સલામ. આ લોકો કોઇપણ તહેવાર સેલિબ્રેટ કરી શકતા નથી. કારણકે તે આપણુ રક્ષણ કરતા રહે છે. જય હિંદ”

તમને જણાવી દઇએ કે મીકા સિંહે આઠ ઓગસ્ટની રાતે કરાંચીના એક મહલનુમા બંગલામાં પરફોર્મ કરયુ હતુ કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્ટીમાં આઇએસઆઇના શીર્ષ અધિકારી અને ભારતના મોસ્ટવોંટેડ દાઉદ ઇબ્રાહિમના પરિવારના સદસ્ટ સામેલ હતા. જેને લઇને સોશિયલ મીડિયા પર મીકાની ખૂબ આલોચના કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન