માઈક પોંપિયો USAના નવા વિદેશ મંત્રી, ગિના હસપેલ પ્રથમ મહિલા CIA નિર્દેશક - Sandesh
  • Home
  • World
  • માઈક પોંપિયો USAના નવા વિદેશ મંત્રી, ગિના હસપેલ પ્રથમ મહિલા CIA નિર્દેશક

માઈક પોંપિયો USAના નવા વિદેશ મંત્રી, ગિના હસપેલ પ્રથમ મહિલા CIA નિર્દેશક

 | 8:34 pm IST

અમેરિકામાં ટ્રમ્પ સરકારે માઈક પોંપિયોને દેશના નવા વિદેશ મંત્રી તરીકે નિમણુંક કરી દીધા છે. આ અગાઉ પોંપિયો સીઆઈએના નિર્દેશકના પદ પર પોતાની સેવા બજાવી રહ્યા હતા. મંગળવારે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના મુખ્ય સહયોગી વિદેશ મંત્રી રેક્સ ટિલરસનને તેમના પદેથી હટાવવાની જાહેરાત કરી હતી. આ મામલે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરી પોતાના આ નિર્ણય અંગે માહિતી આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, સીઆઈએ નિર્દેશક માઈક પોંપિયો હવે આપણાં નવા વિદેશ મંત્રી બનશે.

પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, મને આશા છે કે તેઓ યોગ્ય રીતે કામ કરશે. તેમજ તેમણે રેક્સ ટિલરસનનો તેમની સેવાઓ માટે આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ વાત એ હતી કે ટ્રમ્પે સેન્ટ્રલ ઈન્ટલીજેન્સ એજન્સીના પ્રમુખ તરીકે ગિના હસપેલની નિમણુંક કરવાની પણ જાહેરાત કરી છે. આ પદ પર પસંદગી પામનાર તેઓ પહેલા મહિલા છે. જેના માટે અમેરિકાનને માન છે.

ટ્રમ્પે ટ્વિટ કર્યું કે, ગિના હસપેલ CIAના નવા નિર્દેશક હશે અને આ પદ પર પહોંચનાર તેઓ પહેલી મહિલા છે. ટ્રમ્પે તેમને પણ શુભેચ્છા પાઠવી છે.