મિલિંદ એકબોટે શિક્રાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયા - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • મિલિંદ એકબોટે શિક્રાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયા

મિલિંદ એકબોટે શિક્રાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયા

 | 12:06 am IST

મુંબઈ, તા. ૨૩

કોરેગાંવ-ભીમા હિંસાચાર પ્રકરણે આરોપી એવા હિંદુ એકતા આંદોલનના પ્રમુખ અને ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજ સ્મૃતિ સમિતિના પ્રમુખ અને ભૂતપૂર્વ નગરસેવક મિલિંદ એકબોટે શુક્રવારે શિક્રાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. શિક્રાપુર પોલીસે તેમની તપાસ હાથ ધરી હતી.

સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા બાદ મિલિંદ એકબોટેએ ગ્રામીણ પોલીસને ચાર પત્ર મોકલાવીને પોતે તપાસ માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું, પણ ગ્રામીણ પોલીસે તેનો કોઇ પ્રતિસાદ આપ્યો નહોતો કે પછી તેમને તપાસ માટે બોલાવ્યા પણ નહોતા, એવું મિલિંદ એકબોટેના વકીલ મહિન પ્રધાને જણાવ્યું હતું. ભીમા-કોરેગાંવ પ્રકરણે ૧લી જાન્યુઆરીએ થયેલા દંગલ પ્રકરણે ગ્રામીણ પોલીસે મિલિંદ એકબોટે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ પ્રકરણે જિલ્લા કોર્ટે તેમના આગોતરા જામીન ફગાવ્યા બાદ એકબોટેએ હાઇ કોર્ટનું શરણ લીધું હતું. હાઇ કોર્ટે પણ તેમના જામીન મંજૂર ન કરતાં એકબોટેએ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ૭મી ફેબ્રુઆરીએ તેમના આગોતરા જામીન મંજૂર કરીને સુનાવણી ૨૦મી ફેબ્રુઆરીએ હાથ ધરી હતી. મંગળવારે સુપ્રીમ કોર્ટે આ પ્રકરણે સુનાવણી ૪થી માર્ચ સુધી મોકૂફ રાખીને આગોતરા જામીન મંજૂર કર્યા હતા.

;