52 વર્ષનાં મિલિંદ સોમન 27 વર્ષની અંકિતા સાથે આ મહીને કરશે લગ્ન! - Sandesh
  • Home
  • Photo Gallery
  • 52 વર્ષનાં મિલિંદ સોમન 27 વર્ષની અંકિતા સાથે આ મહીને કરશે લગ્ન!

52 વર્ષનાં મિલિંદ સોમન 27 વર્ષની અંકિતા સાથે આ મહીને કરશે લગ્ન!

 | 6:21 pm IST

મિલિંદ સોમન અને અંકિતા કોંવરનું અફેર બંનેની ઉંમર વચ્ચેનાં મોટા અંતરને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ અંકિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર મિલિંદ સાથેની ફોટો પોસ્ટ કરી હતી અને ભાવનાત્મક કેપ્શન લખ્યું હતું. લોકો આ ફૉટો પરથી બંનેની સગાઇ થઇ ગઇ હોવાનો અંદાજ લગાવે છે. હવે ખબર એવી પણ આવી રહી છે કે બંને જલદી લગ્ન કરશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બંને હવે પોતાના સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા માટે તૈયાર છે. બંનેનાં લગ્નની તારીખ પણ નક્કી થઇ ગઇ છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર બંને આ મહીનાની 21મી તારીખે લગ્નનાં બંધનમાં બંધાશે.

મિલિંદની ઉંમર 52 વર્ષની છે અને અંકિતાની ઉંમર 27 વર્ષની છે. અંકિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે જેમાં તે મિલિંદનો હાથ પકડેલી જોવા મળી રહી છે. તસવીરમાં ધ્યાન ખેંચનારી વાત એ છે કે અંકિતાની આંગળીમાં રિંગ છે.