51 વર્ષનો મિલિંદ સોમન 18 વર્ષની એર હોસ્ટેસને કરી રહ્યો છે ડેટ - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • 51 વર્ષનો મિલિંદ સોમન 18 વર્ષની એર હોસ્ટેસને કરી રહ્યો છે ડેટ

51 વર્ષનો મિલિંદ સોમન 18 વર્ષની એર હોસ્ટેસને કરી રહ્યો છે ડેટ

 | 2:23 pm IST

બોલિવૂડમાં સુપરમોડલ તરીકે પ્રખ્યાત 51 વર્ષીય મિલિંદ સોમન ફરીવાર તેના સંબંધોના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જાણવા મળ્યાનુસાર મિલિંદ સોમન પોતાનાથી 33 વર્ષ નાની વયની યુવતિને ડેટ કરી રહ્યા છે. આ અંગે જાણવા મળતી વિગતોનુસાર મિલિંદની ગર્લફ્રેન્ડનું નામ અંકિતા લોખંડે છે અને તે હાલ 18 વર્ષની જ છે. તાજેતરમાં એક ઈવેન્ટમાં મિલિંદ અને અંકિતા સાથે જોવા મળ્યા હતા.


મિલિંદ સોમન તેના અને અંકિતાના ફોટા પણ સોશિયલ સાઈટ પર શેર કરે છે અને તેના પરથી જણાઈ આવે છે કે તે આ યુવતિ સાથે રિલેશનશીપમાં છે. અંકિતા એર હોસ્ટેસ છે અને તે મિલિંદને એક શોના રેંપ વોક વખતે મળી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ મિલિંદ સોમન અને શહાણા ગોસ્વામી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ થોડા સમયમાં જ તેમનું બ્રેક અપ થયુ હતું. મિલિંદે ફ્રેન્ચ અભિનેત્રી મેયલેની જેમ્પોઈ સાથે લગ્ન પણ કર્યા હતા પરંતુ 2009માં તેણે છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારે હવે ફરીથી શરૂ થયેલા મિલિંદ અંકિતાના સંબંધો કેટલા ટકશે તે જોવાનું રહ્યું.