#Uri : Militants attack army camp In JammuKashmir Search ops underway
  • Home
  • Featured
  • જમ્મુ કાશ્મીરમાં ઉરી આર્મી કેમ્પ પાસે ફાયરિંગ, શંકાસ્પદ 3થી 4 દેખાયા

જમ્મુ કાશ્મીરમાં ઉરી આર્મી કેમ્પ પાસે ફાયરિંગ, શંકાસ્પદ 3થી 4 દેખાયા

 | 9:01 am IST

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં હાલ આર્મી કેમ્પની પાસે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી છે. અહીં લાઇન ઓફ કંટ્રોલની પાસે હાજર મોહરા કેમ્પમાં કેટલાંક શંકાસ્પદ દેખાયા. પોલીસનું કહેવું છે કે સોમવારના રોજ સવારથી આર્મી યુનિટે કેટલાંક શંકાસ્પદોને જોયા, ત્યારબાદ સુરક્ષાબળોએ ઓપન ફાયરિંગ કર્યું. શંકાસ્પદ ગતિવિધિને જોતા આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

પોલીસનું માનીએ તો તેમણે સવારે અંદાજે ત્રણ વાગ્યે બે લોકોને જોયા હતા. ફાયરિંગના કારણે કેટલાંક લોકો ઘાયલ થયા હોઇ શકે છે. પરંતુ હજુ સુધી કોઇ ડેડબોડી મળી નથી. પોલીસે હજુ સુધી કોઇપણ હુમલાની પુષ્ટિ કરી નથી.

આપને જણાવી દઇએ કે ઉરી કેમ્પ પર આની પહેલાં પણ મોટા આતંકી હુમલા થઇ ચૂકયા છે. આ જ કારણ છે કે અહીં થનાર તમામ ગતિવિધિ પર સુરક્ષાબળોની નજર રહે છે અને કોઇપણ શંકાસ્પદ ગતિવિધિને જોતા જ સુરક્ષાબળ એકદમ એલર્ટ થઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે 18-19 સપ્ટેમ્બરના રોજ ઉરીના આર્મી કેમ્પમાં પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ હુમલો કર્યો હતો. વહેલી સવારે જ્યારે જવાન પોતાના કેમ્પમાં સૂતા હતા ત્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતીય સેનાના 19 જવાન શહીદ થયા હતા. જો કે તમામ આતંકીઓને ત્યારે ઠાર કરી દેવાયા હતા. પરંતુ તેમાં પાકિસ્તાની કનેકશનની પોલ ખૂલી ગઇ હતી.

ભારતે આ હુમલાનો જવાબ સર્જીકલ સ્ટ્રાઇક કરીને આપ્યો હતો. ઉરી હુમલાના દસ દિવસ બાદ 29 સપ્ટેમ્બરના રોજ ભારતીય જવાનોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસી ત્યાં હાજર આતંકી કેમ્પોને તબાહ કરી દીધા હતા. આ સર્જીકલ સ્ટ્રાઇકમાં ભારતીય જવાનોએ અંદાજે 50 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ આતંકી હુમલા અને સર્જિકલ સ્ટ્રાઇક સાથે જોડાયેલ ઘટના પર ફિલ્મ પણ બની છે. ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં દેખાડ્યું છે કે કેવી રીતે ભારતીય સેના એ પાકિસ્તાનમાં ઘૂસી આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન