ભારતને પરમાણું યુદ્ધની હોંશિયારી પાકિસ્તાનને ભારે પડી, દૂધના ભાવે જ શાન ઠેલાણે લાવી દીધી - Sandesh
  • Home
  • Featured
  • ભારતને પરમાણું યુદ્ધની હોંશિયારી પાકિસ્તાનને ભારે પડી, દૂધના ભાવે જ શાન ઠેલાણે લાવી દીધી

ભારતને પરમાણું યુદ્ધની હોંશિયારી પાકિસ્તાનને ભારે પડી, દૂધના ભાવે જ શાન ઠેલાણે લાવી દીધી

 | 12:10 pm IST

પહેલાથી જ કંગાળ પાકિસ્તાનને કાશ્મીર મામલે ભારત સામે બાથ ભિડવાનું ભારે પડી રહ્યું છે. શાકભાજી, દવાઓ, પેટ્રોલ બાદ હવે દૂધના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. પાકિસ્તાનમાં દૂધની કિંમત પેટ્રોલને પણણ આંબી ગઈ છે. કરાંચી અને સિંધ પ્રાંતમાં લોકો 140 રૂપિયે લીટર દૂધ ખરીદવા મજબુર બન્યા છે.

દૂધ કરતા તો પેટ્રોલ સસ્તુ

પાકિસ્તાનમાંં દૂધની સરખામણીએ પેટ્રોલ અને ડીઝલ સસ્તા છે. અહીં હાલ પેટ્રોલ 113 રૂપિયે તો ડીઝલ 91 રૂપિયે લીટર મળી રહ્યું છે. જ્યારે ગઈ કાલે મોહરમ હોવાના કારણે પાકિસ્તાનમાં દૂધની માંગ વધી જવા પામી હતી. મોહર્રમના જુલૂસમાં શામેલ થનારા લોકોને ઠેર ઠેર સ્ટોલ પર દૂધનો શરબત, ખીર વગેરે બનાવીને લોકોમાં વહેંચવામાં આવે છે.

કરાંચીમાં લોકો સામાન્ય રીતે 94 રૂપિયે લીટર દૂધ ખરીદે છે. સ્થાનિય લોકોનો આરોપ છે કે, કરાંચીના કમિશ્નર ઈફ્તિખાર શાલવાનીએ દૂધની કિંમતો પર કંટ્રોલ કરવાની દિશામાં કોઈ જ પગલા ભર્યા નથી.

બકરી ઈદ પર ભારે મોંઘવારી

આ અગાઉ ગત મહિને જ બકરી ઈદના તહેવારે પણ પાકિસ્તાનમાં મોંઘવારીને લઈને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. હત વર્ષની સરખામણીએ અહીં બકરાના ભાગ લગભગ બમણા થઈ ગયા હતાં. તો આદૂ અને લસણના ભાવ પણ 400 એન 320 રૂપિયા થઈ ગયો હતો. તો મરચાએ સેંચુરી ફટકારી હતી. ડુંગળી 50 રૂપિયે કિલો થઈ હતી.

આકાશે આંબતી મોંઘવારી

પાકિસ્તાનમાં સામાન્ય લોકોનું જીવવું દિવસે ને દિવસે બદતર બની રહ્યું છે. સરકાર તરફથી જાહેર કરવામાં આંકડા પ્રમાણે, ઓગષ્ટ મહિનામાં પાકિસ્તાનમાં મોંઘવારી 87 મહિનામાં એટલે કે લગભગ 7 વર્ષમાં સૌથી વધારે છે. પાકિસ્તાનમાં મોંઘવારી 11 ટકાને પાર કરી ગઈ છે. હવે તે વધીને 11.6 ટકા છે. સામે પાકિસ્તાનનું ચલણ નબળું પડી રહ્યં છે અને આઈએમએફની શરતો માનવાના કારણે પાકિસ્તાનમાં મોંઘવારી રોકેટ ગતિએ વધી રહી છે. પાકિસ્તાનની સેંટ્રલ બેંકે આવનાર દિવસોમાં હજી પણ મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન