મહેસાણા-પાટણ જિલ્લાના 6 લાખ દુધ ઉત્પાદકોના હિતમાં લેવાયેલો મહત્વનો નિર્ણય

મહેસાણા અને પાટણ જિલ્લાના દૂધ ઉત્પાદકો અને પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. જિલ્લાની દૂધસાગર ડેરીના સત્તાધિશો દ્વરા દૂધના ભાવમાં 25 રૂપિયાનો ધરખમ ભાવ વધારો કરી 600 રૂ.કરતાં પશુપાલકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાક સમયથી ઘટતા જતા દૂધના ભાવને લઈ જિલ્લાના પશુપાલકો ખુબજ ચિંતિત બન્યા હતા.
મહેસાણા, પાટણ જિલ્લાના દૂધ ઉત્પાદકો એવા પશુપાલકો માટે સારા સમાચારની મળતી વિગતો મુજબ જિલ્લાની દૂધસાગર ડેરીના ઉ.ગુના 6 લાખથી વધુ દુધ ઉત્પાદકોના હિતમાં ડેરીના સત્તાધિશોની દ્વારા સોમવારના રોજ મળેલી એક મિટીંગમાં લેવાયેલા નિર્ણય મુજબ દૂધના ભાવમાં રપ રૂ.નો ભાવ વધારો કરાયો હતો . જેમાં અત્યારે હાલ ભેંસના દૂધનો ભાવ જે હાલ 575 હતો તે વધારીને 600 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે ગાયના દૂધનો ભાવ જે અત્યારે 268 રૂપિયા 33 પૈસા છે જેમાં વધારો કરતાં નવો ભાવ 280 રૂ.થશે.
ડેરી દ્વારા દૂધના ભાવમાં કરાયેલા આ ભાવવધારો 11 જૂન એટલેકે આજે સવારથી જ અમલી બનવી દેવામાંઆવશે નું ડેરીના સૂત્રોએ જણાવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવમાં થઈ રહેલા ઘટાડાને પગલે દુધ ઉત્પાદકો ચિંતિત હતા ત્યારે આ ભાવ વધારાના સારા સમાચારને પગલે દુધ ઉત્પાદકો એવા પશુપાલકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન