millionaire-aristocrat-search-for-a-wife-to-give-him-an-heir-has-been
  • Home
  • Business
  • આ કરોડપતિ વારસદાર માટે શોધી રહ્યો છે પત્ની રાખી એવી શરત કે તમે હેરાન થઈ જશો

આ કરોડપતિ વારસદાર માટે શોધી રહ્યો છે પત્ની રાખી એવી શરત કે તમે હેરાન થઈ જશો

 | 12:46 pm IST

બ્રીટનમાં એક કરોડપતિ શખ્સ તેની પત્ની શોધી રહ્યો છે. કરોડોનો વારસ મેળવવા તે પાર્ટનર શોધી રહ્યો છે. એક વર્ષ પહેલા જ તેણે શોધખોળ શરૂ કરી હતી. જો કે અત્યાર સુધી તેની આ તલાસ પૂર્ણ થઈ નથી. 72 વર્ષના સર બેન્જામીન સ્લેડે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તેની શોધ હજુ પૂર્ણ થઈ નથી.

બેન્જામીને એક વર્ષ પહેલા એલાન કર્યુ હતુ કે તેમને એક સારા પાર્ટનરની જરૂર છે તે હવે સેટ થવા ઈચ્છે છે. સાથે સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ હતુ કે તેની ડ્રીમ લેડી માટે તેમણે કેટલીક શરતો રાખી છે જે લેડી આ તમામ શરત પૂરી કરશે તે જ તેની પાર્ટનર થશે.

તેમની શરત અનુસાર તે મહિલાની હાઈટ 5 ફૂટ 6 ઈંચથી ઓછી ન હોવી જોઇએ, તેની ઉમર 30થી 40 વચ્ચેની હોવી જોઇએ. તેમની આ ઘોષણાથી ખુબજ વિવાદ થયો છે. તે સોમરસેટમાં 13મી શતાબ્દીના એસ્ટેટમાં રહે છે અને B&B ચલાવે છે. સર બેન્જામીનના મતે બહુ પ્રયત્નો કરવા છતા તેમને યાગ્ય પાર્ટનર મળી શક્યો નથી. જે મળે છે તે મોટી ઉંમરની અને બાળક ઈચ્છતી નહોય તેવી છે. તે પાર્ટનર શોધે છે કેમકે તેમના ઘરે પારણું બંધાય.

બેન્જામીને એટલી બધી શરતો રાખી છે કે ભાગ્યે જ કોઈ તેના પર ખરી ઉતરી શકે.બેન્જામીન માને છે કે તેની પાર્ટનર પાસે શોર્ટગન લાઈસન્સ હોવું જોઇએ. તેની પાસે હેલિકોપ્ટર લાઇસન્સ હોવું જોઇએ. અલગ અલગ શહેરોમાં તેની સાથે ફરી શકે. તેની સાથે ડેટ પર જનાર એક મહિલાએ જણાવ્યુ કે તે રાશીમાં બહુજ વિશ્વાસ કરે છે. તે રાશી પરથી નક્કી કરે કે તમે કેવા છો.બેન્જામીન કહે છે પત્ની એક ડીલ જેવી હોય છે. સારી પત્ની ન મળેતો તમારી લાઇફ બગડી જાય છે.

બેન્જામીનની જાહેરાતથી લોકો હેરાન પણ છે અને મજાક પણ કરી રહ્યા છે. ટ્વીટર પર એક યુઝર્સ લખે છે કે આ માણસ પૈસાના દમ પર પત્ની ખરીદવા નીકળ્યો છે. વારસદાર મેળવવા આ શખ્સ આવી ઘેલછા કરી રહ્યો છે.