Millionaire Tushar Atre Found Dead In Car Of His Girlfriend
  • Home
  • Featured
  • અમેરિકામાં ભારતીય મૂળનાં કરોડપતિની હત્યા, ગર્લફ્રેન્ડની કારમાંથી મળ્યો મૃતદેહ

અમેરિકામાં ભારતીય મૂળનાં કરોડપતિની હત્યા, ગર્લફ્રેન્ડની કારમાંથી મળ્યો મૃતદેહ

 | 4:18 pm IST

અમેરિકામાં ભારતીય મૂળનાં કરોડપતિ આઈટી વિશેષજ્ઞ તુષાર અત્રે પોતાની પ્રેમિકાની કારમાં મૃત મળી આવ્યા. કેટલાક સમય પહેલા જ તેમનું તેમના કેલિફોર્નિયા સ્થિત ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતુ. મીડિયામાં આવેલા સમાચારો અનુસાર અત્રે ડિઝિટલ માર્કેટિંગ કંપની ‘અત્રેનેટ ઇંક’નાં માલિક હતા.

લોસ એન્જેલસ ટાઇમ્સનાં સમાચાર પ્રમાણે અત્રે (50) વેબ ડિઝાઇન કંપની અત્રેનેટ ઇંકનાં માલિક હતા, જેમની કંપની સિલિકન વૈલી કૉરપોરેટ કારોબારની જરૂરિયાતો પૂર્ણ કરતી હતી. મંગળવારનાં સવારે તેઓ પોતાના ઘરમાં હતા, ત્યારે કેટલાક શંકાસ્પદ લોકોએ જબરદસ્તીથી ઘરમાં ઘુસીને તેમનું તેમની પ્રેમિકાની કારમાં અપહરણ કર્યું હતુ.

અધિકારીઓએ અત્રેની તપાસ શરૂ કરી જેના કેટલાક કલાક બાદ પોલીસને તેમના ઘરેથી ચોરી કરવામાં આવેલી બીએમ ડબલ્યૂ કારને ભાળ મળી, જેની પાસે જ તેમનો મૃતદેહ પડ્યો હતો. તપાસ કરતા અધિકારીઓ પહાડી વિસ્તારમાં જંગલ વિસ્તારમાં આવેલા એક ઘરે પહોંચ્યા જ્યાં વાહનની પાસે તેમની લાશ પડી હતી. અત્રેનાં મોતને લઇને તપાસ ચાલી રહી છે.

શેરિફ કાર્યાલયનાં પ્રવક્તા સાર્જેંટ બ્રાયન ક્લીવલેન્ડે કહ્યું કે, “અમે તેમના જીવનનાં દરેક પાસાઓની તપાસ કરી રહ્યા છીએ.” અધિકારીઓએ આ લૂંટની ઘટના હોવાની ના કહી છે.

આ વિડીયો પણ જુઓ : જૈશના 3થી 4 આતંકીઓએ ઘૂસણખોરી કરી – સૂત્ર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન