Millions of lime book bride absconding in Dhanera, Banaskantha
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લૂંટેરી દુલ્હન : બનાસકાંઠાના ધાનેરામાં લાખોનો ચુનો ચોપડી દુલ્હન ફરાર

લૂંટેરી દુલ્હન : બનાસકાંઠાના ધાનેરામાં લાખોનો ચુનો ચોપડી દુલ્હન ફરાર

 | 12:25 am IST
  • Share

બનાસકાંઠાના ધાનેરામાં અંબિકા નગરમાં રહેતા એક યુવક સાથે લૂંટેરી દુલ્હન અને તેની ગેંગે છેતરપિંડી કરી છે.  સીવરામભાઈ ત્રિવેદીના પુત્ર રાજેશના છૂટાછેડા થતા રાજેશ માટે બીજી પત્નીની શોધમાં હતા. ત્યારે રાજેશના નજીકના સગા અને રામસણ ગામના વતની  હસમુખ ત્રિવેદીએ રાજેશના લગ્ન ગોઠવી આપવાની વાત કરી. પરિવાર સહમત થતા હસમુખે રાજેશના કવિતા નામની છોકરી સાથે ધાનેરાના ચારડા ગામે પૂજારીની હાજરીમાં લગ્ન કરાવ્યા. આ લગ્ન કરાવવા માટે હસમુખને પહેલા રૂ.10 હજાર અને લગ્ન બાદ 3 લાખ રૂપિયા આપ્યા હોવાનું પરિવારે જણાવ્યું છે.. લગ્નના થોડા દિવસો બાદ કવિતાની માતા બીમાર હોવાનું કહી હસમુખ અને સરોજબેન કવિતાને સાસરીથી લઈ ગયા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો