તમારા મોબાઇલમાં તો નથી UPI એપ? એક વ્યક્તિએ ગુમાવ્યા 6.8 લાખ રૂપિયા - Sandesh
  • Home
  • Business
  • તમારા મોબાઇલમાં તો નથી UPI એપ? એક વ્યક્તિએ ગુમાવ્યા 6.8 લાખ રૂપિયા

તમારા મોબાઇલમાં તો નથી UPI એપ? એક વ્યક્તિએ ગુમાવ્યા 6.8 લાખ રૂપિયા

 | 3:14 pm IST

નોયડાના સેક્ટર 12ના એક નિવાસીએ આરોપ લગાવ્યો છે કે, તેમની સાથે UPI એપના માધ્યમથી 6.80 લાખ રૂપિયાની ઠેતરપિંડી થઇ છે. મામલાની ફરીયાદ સેક્ટર 20ના પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે અને સાયબર સેલને આ મામલો સોંપી દેવામાં આવ્યો છે.

30 વર્ષીય મોહલાલ અનુસાર બે મહિના પહેલા રૂપિયાને એસબીઆઇ સેવિંગ્સ એકાઉન્ટથી UPI એપના માધ્યમથી હેકર્સ દ્વારા ટ્રાંસફર કરવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે,’આ મામલો 4 ડિસમ્બરનો છે, જ્યારે હું એટીએમમાંથી રૂપિયા નીકાળવા માટે ગયો હતો. ત્યારે મને લાગ્યું કે, મારી સાથે કોઇક પ્રકારની છેતરપિંડી થઇ છે. જેના પછી હું સેક્ટર-2ની બેંક શાખામાં ગયો. જ્યાંથી મને જાણકારી મળી કે, રૂપિયાને મારા એકાઉન્ટથી 29 ડિસેમ્બરથી 7 વખત ટ્રાંસફર કરવામાં આવ્યા છે. લાલે કહ્યું કે, મને ટ્રાંજેક્શનનો એક પણ મેસેજ આવ્યો નથી કારણ કે, મારી પાસે ફોન નથી.’

સેક્ટર 20ના SHO મનોજ પંથએ કહ્યું કે, તેઓ આ મામલામાં સાઇબર સેલ પાસેથી મદદ લઇ રહ્યા છે અને અમે ખુબ જ જલ્દીથી એફઆઇઆર પણ નોંધીશું. સાઇબર સેલના ઓફિશિયસલે કહ્યું તે, UPI એપ દ્વારા કોઇ પણ સાથે છેતરપિંડી થઇ શકે છે. હેકર્સ સરળતાથી ડુપ્લિકેટ સિમનો ઉપીયોગ કરી શકે છે તો ત્યાં જ ઓરિજિનલ સિમને બ્લોક કરાવી શકે છે. બાદમાં તેઓ નવું કનેક્શન મળ્યા બાદ તેઓ નવી UPI એપ ડાઉનલોડ કરે છે અને બાદમાં તેઓ બેંક એકાઉન્ટની માહિતીને રજીસ્ટર કરે છે. જેના પછી પૈસાને ટ્રાંસફર કરવાનો સિલસિલો આગળ વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન