Mimoh and Madalasa wedding photos viral on social media
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • રેપ કેસમાં ફસાયેલ મિથુનના પુત્ર મિમોહના થયા લગ્ન, Photos

રેપ કેસમાં ફસાયેલ મિથુનના પુત્ર મિમોહના થયા લગ્ન, Photos

 | 3:13 pm IST

ભોજપુરી એક્ટ્રેસ સાથે રેપ કેસમાં ફસાયા બાદ મિથુન ચક્રવર્તીના દીકરો મિમોહ અને પત્ની યોગિતાના બાલીને અગ્રિમ જમાનત મળી હતી. આ જમાનત મિમોહના એક દિવસ પહેલા જ મળી હતી. ત્યાર બાદ મિથુન ચક્રવર્તીના ઉટીમાં આવેલ હોટલમાં મિમોહ અને તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ મદાલસાના લગ્ન થયા હતા. લગ્નના બંધનમાં બંધાયેલ ન્યૂલી મેરિડ કપલની તસવીરો સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે, મિમોહ અને મદાલતાના લગ્ન 7 જુલાઈના રોજ થવાના હતા, પરંતુ ભોજપુરી એક્ટ્રેસના કેસ મામલે પોલીસ લગ્ન સમારોહવાળા સ્થળ પર પહોંચી જતા, તેમને લગ્ન ટાળવા પડ્યા હતા. જોકે, બાદમાં આ લગ્ન ક્યાં યોજાયા તેની માહિતી કોઈને નથી. પરંતુ મુશ્કેલીભર્યા સમયમાં મિમોહ અને મદાલસાના લગ્ન થયા હતા.

શું હતો કેસ
એક ભોજપુરી એક્ટ્રેસ મિમોહ અને તેની માતા યોગિતા બાલી પર રેપ અને જબરદસ્તી ગર્ભપાત કરાવવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીની રોહિણી કોર્ટે બંનેની વિરુદ્ધ કેસ ફાઈલ કરવાનો આદેશ આપ્યો હતો. જેના બાદ તેમણે બોમ્બે હાઈકોર્ટમાં અગ્રિમ જમાનત અરજી આપી હતી. પરંતુ કોર્ટે આ અરજી નકારી કાઢી હતી. બીજી તરફ, દિલ્હીની એક અદાલતે મિથુનની પત્ની અને દીકરાને રાહત આપીને અગ્રીમ જમાનત આપી હતી. જેના બાદ મહાક્ષય અને તેમની માતા યોગિતા પરથી ધરપકડનું સંકટ ટળ્યું હતુ.