મન હોય તો માળવે જવાય - Sandesh

મન હોય તો માળવે જવાય

 | 1:21 am IST

બારે માસ ઋતુની પરવા કર્યા વગર ઉર્વશી જે રીતે અમદાવાદના દર્શન ટુરીસ્ટને કરાવે છે તે ખરેખર કાબીલે તારીફ વાત છે. વળી આ માટે ઉર્વશી કોઇ રકમની પણ આશા નથી રાખતી, રજાના દિવસોમા સવારે ૬ વાગ્યાથી તે પોતાની ડયુટી બજાવવા અમદાવાદની પોળોમા પહોચી જાય છે. અને અહી આવતા પહેલાં તેણે પોતાના ઘરનું કામ તેમજ  નાની દિકરી અને પતિ માટે ભોજનની વ્યવસ્થા કરીને આવવાનુ હોય છે, કારણ કે અમદાવાદ હેરીટેજ વોક બે શિફ્ટમાં થતું હોય છે, એક શિફ્ટ સવારે ૬થી દસની હોય છે જ્યારે બીજી શિફ્ટ સાડા દસથી બપોરે એક ની હોય છે. એવે સમયે અકળાયા વગર ટૂરીસ્ટના તમામ સવાલોનો હસતા મોઢે જવાબ આપીને ઉર્વશી પોતાને ગમતું કામ કરે છે. આ અઘરું છે પણ ઉર્વશીનુ વલણ જોઇને તમને  નવાઇ લાગશે કે ઉર્વશી માટે આ કામ ખૂબ જ મજેદાર છે. તે જણાવે છે કે હું સ્વેચ્છાએ જ અહી  સેવા આપંુ છું. મને નાનપણથી આ કામ પ્રત્યે લગાવ છે અને હું મારા કામને વફાદાર છુ. હું નસીબદાર છું કે મારા પતિ પણ આ જ ફીલ્ડના છે તેથી તેઓ સમજે છે મારી લાગણીઓને વળી  હું માનું છુ કે કોઇ કામ અઘરું નથી હોતું, તમે જો તેને અઘરા કામ તરીકે જોશો તો તે કામ તમને અઘરું લાગશે અને જો તમે તે કામને મજેદાર ગણીને કરશો તો તે કામ તમને મજેદાર લાગશે. આમ  સરળ અને અઘરા વચ્ચેનો તફાવત  મોટેભાગે માણસ પોતે જ નક્કી કરતો હોય છે. તેથી જ મને લાગે છે કે જો મન હોય તો દરેક કામ સારું અને સરળ લાગે . તેથી જ કહેવાય છે કે મન હોય તો માળવે જવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન