Mini Kumbh Mela will be Organized with help of Gujarat State Government at Gujarat
  • Home
  • Gandhinagar
  • ગુજરાતમાં આ સ્થળે મીની કુંભમેળાનું થશે આયોજન, રાજ્ય સરકારે 15 કરોડ રૂપિયા ફાળવ્યા

ગુજરાતમાં આ સ્થળે મીની કુંભમેળાનું થશે આયોજન, રાજ્ય સરકારે 15 કરોડ રૂપિયા ફાળવ્યા

 | 5:41 pm IST

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં આગામી શિવરાત્રી દરમ્યાન યોજાનારા જૂનાગઢના મેળાનું મીની કુંભમેળા તરીકે ઉજવવા માટે ના આયોજનને ઓપ આપવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ ગત વર્ષે જૂનાગઢમાં આ મેળાની મુલાકાત દરમ્યાન મહા શિવરાત્રીના આ મેળાને મીની  કુંભમેળા તરીકે યોજવાની કરેલી જાહેરાત અને ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરીને ગિરનાર ક્ષેત્રનો સર્વાંગી વિકાસ માટે કરેલી જાહેરાતના સંદર્ભમાં આજે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, અગ્ર સચિવ એમ કે દાસ તેમજ વન પ્રવાસન શહેરી વિકાસ યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગના વરિષ્ઠ સચિવો અને પૂજ્ય ભારતી બાપુ, શેરનાથ બાપુ સહીત જૂનાગઢ મહાપાલિકા મેયર, કમિશનર અને કલેક્ટર તથા મેળા આયોજન સાથે સંકળાયેલા અગ્રણીઓ આ બેઠકમાં જોડાયા છે.

સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશ, કુંડો, નદી નાળાની સફાઈ, મેરેથોન દોડ, પર્વતારોહણ સ્પર્ધા, સ્પિરિચ્યુઅલ વોકના નવા આકર્ષણો પણ મેળામાં જોડવામાં આવશે.

મુખ્યમંત્રીએ જુનાગઢના આ મેળાને પ્રયાગરાજમાં યોજાતા કુંભમેળા સમકક્ષ મીની કુંભમેળા તરીકે યોજવાની જાહેરાત કરી છે. ગુજરાતના અધિકારીઓની એક ટીમને માહિતી માટે ત્યાં મોકલી હતી.

આ ટીમના સુચનોને ધ્યાનમાં લઇને ગિરનાર કુંભમેળો ભવ્ય બનાવવાની વાત કરી હતી. મુખ્યમંત્રીએ સુચન કર્યું કે મેળામાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાય તેમજ સરકારી ભવનો ઉપર કુંભ મેળાને અનુરૂપ ચિત્રો, સુશોભન, એલઈડી લાઇટ્સ મુકવામાં આવશે. મેળાના દિવસો દરમિયાન ગિરનાર પર્વતની દીવાલ ઉપર લેઝર શો ફૂલો અને કલરની રંગોળી પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન