Minissha Lamba Hot and Glamorous Pictures Goes Viral on Internet
  • Home
  • Featured
  • એક્ટ્રેસ મિનિષા લાંબાનો જુઓ હોટ અને ગ્લેમરસ અંદાજ, સોશિયલ મીડિયા પર છે પોપ્યુલર

એક્ટ્રેસ મિનિષા લાંબાનો જુઓ હોટ અને ગ્લેમરસ અંદાજ, સોશિયલ મીડિયા પર છે પોપ્યુલર

 | 3:10 pm IST

બોલિવૂડ એેક્ટ્રેસ મિનિષા લાંબા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી અભિનેત્રીઓમાંથી એક છે. તેઓ સતત તેની ગ્લેમરસ અને હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરે છે. જે ઘણી વાયરલ થાય છે. તમને જણાવી દઈએ કે મિનિષા લાંબાએ તેનું બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ‘Yahaan’થી કર્યુ હતું. ત્યાર બાદ તેને ફિલ્મ ‘બચના એ હસીનો’, ‘કોર્પોરેટ’, ‘રોકી’, ‘એન્થોની કૌન હૈ’, ‘હનીમૂન ટાવેલ્સ પ્રા.લિ.’, ‘અનામિકા’, ‘શૌર્ય’ અને ‘દસ કહાનીયાં’ જેવી અન્ય ઘણી ફિલ્મમાં અભિનય કર્યો છે.

રિપોર્ટ મુજબ અભિનેત્રી મિનિષા લાંબાએ 2015માં રેસ્ટોરન્ટના માલિક રાયન થામ સાથે લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ મિનિષા લાંબા શરૂઆતમાં પત્રકાર બનવા માંગતી હતી. પરંતુ તેની કિસ્મતમાં કંઈક બીજું જ હતું. મિનિષા લાંબાએ મ્યુઝીક ડાયરેક્ટર હિમેશ રેશમિયાના એક મ્યુઝીક વીડિયો ‘તેરા સસુર’માં પણ કામ કર્યું હતું. જે ‘આપ કા સરુર’ આલ્બમનું એક ગીત છે. આ મ્યુઝીક આલ્બમ ઘણું હિટ કર્યું હતું. જેના કારણે મિનિષાને પણ કરિયરમાં ઘણી મદદ મળી હતી. જોકે મિનિષાની ઉપસ્થિતિ હાલ બોલિવૂડ ફિલ્મોમાં ઓછી થઈ છે. પરંતુ તેમ છતા તેઓ સોશિયલ મીડિયા પર તેની અદભૂત અને સુંદર તસવીરોના કારણે ઘણી પોપ્યુલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન