Minister Arun Jaitley Attacks Congress, How Many Lies To Sustain A Sinking Dynasty?
  • Home
  • Featured
  • અરૂણ જેટલીએ ગાંધી પરીવાર અને તમામ કોંગ્રેસીઓને બરાબરના લપેટામાં લીધા

અરૂણ જેટલીએ ગાંધી પરીવાર અને તમામ કોંગ્રેસીઓને બરાબરના લપેટામાં લીધા

 | 5:29 pm IST

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ અને ગાંધી પરીવાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેટલીએ બ્લોગમાં જણાવ્યું હતું કે, આખરે ડૂબી રહેલા રાજવંશને બચાવવા માટે કેટલા જુઠ્ઠાણાઓ ચલાવવા પડશે. દુનિયાભરના લોકતંત્રમાં જે લોકો જુઠ્ઠાણાના સહારે આગળ વધવાનો પ્રયાસ કરે છે, અંતે તેઓ સમાજીક જીવનમાંથી ગાયબ થઈ જાય છે. હવે એ વાતમાં પણ બે મત નથી કે આપણા બદલતા સમાજીક-આર્થિક પરિવેશમાં ભારતમાં પણ કંઈક આવું જ થશે.

જેટલીએ જણાવ્યું હતું કે, આધુનિક દુનિયામાં જેટલા પણ રાજકીય વંશ છે, તેમની કેટલીક મર્યાદાઓ છે. આકાંક્ષી સમાજ હવે આ પ્રકારની વ્યવસ્થાને પસંદ નથી કરતો. આજે લોકો જવાબદારી અને પરફોર્મંસ પર વિશ્વાસ રાખે છે. જેટલીએ કોંગ્રેસ પર તીખો હુમલો કરતા કહ્યું હતું કે, ભારતની સૌથી જુની પાર્ટે એક વંશની જાળમાં ફસાઈ છે. તેમના નેતાઓમાં પણ એટલી હિંમત નથી કે તે આ વંશને સાચા-ખોટા વિષે જણાવે. આ પરંપરાની શરૂઆત 1970માં થઈ હતી. નેતાઓની ‘નોકર’ વાળી માનસિકતાએ તેમને એ વાતના આદી બનાવી દીધા કે તેમને માત્ર એક પરીવારના જ ગુણ ગાવાના છે. જ્યારે આ વંશ કોઈ જુઠ્ઠાણું ચલાવે છે કે તો કોંગ્રેસના બાકીના નેતાઓ પણ આવુ જ કરવા માંડે છે.

જેટલીએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, આખરે એક વંશને ડૂબતો બચાવવા માટે કેટલા જુઠ્ઠાણાં ચલાવવા પડશે? જેટલીએ મહાગબંધન પર પણ નિશાન તાકતા કહ્યું હતું કે, જુઠ્ઠાણા ચેપ પણ ઘણો અસરકારક હોય છે. હવે આ અસર મહાગઠબંધનના તેમના સાથીઓ પર પણ જોવા લાગી છે. રાફેલ ડીલમાં દેશવાસીઓના હજારો કરોડો બચાવવામાં આવ્યા છે, તેમ છતાંયે તેને બદનામ કરવા રોજ સવારે ઉઠીને જુઠ્ઠાણાં ચલાવવામાં આવી રહ્યાં છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, હવે નવુ જુઠ્ઠાણું રાફેલ મામલે સંસદમાં કરવામાં આવેલા CAGના રિપોર્ટને લઈને ફેલાવવામાં આવી રહ્યું છે. વર્તમાન CAG 2014-15 આર્થિક્ક બાબતોના સચિવ હતાં. તે સમયના સૌથી વરિષ્ઠ અધિકારીઓ હોવાના નાતે તેઓ નાણા સચિવ પણ હતાં. પરંતુ રાફેલની જોઈ જ ફાઈલ તેમની પાસે ગઈ નહોતી. કેટલાક વંશવાદી લોકો અને તેમના સાથીઓએ CAG પર પ્રહારો કરતા પહેલા સુપ્રીમ કોર્ટ પર પણ ટિપ્પણી કરી હતી. હવે એક સમાચારપત્રના ખોટા અહેવાલના આધારે આખી પ્રક્રિયા પર જ સવાલ ઉઠાવવામાં આવી રહી છે.

અંતમાં જેટલીએ લખ્યું હતું કે, આખરે એક ડુબતા વંશને બચાવવા માટે કેટલા જુઠ્ઠાણાં બોલવા પડશે? નિશ્ચિત રૂપે ભારત તેનાથી સારૂ હકદાર છે.