Minister Raghavji Patel Statement On Unseasonal rain in Gujarat
  • Home
  • Featured
  • કમોસમી માવઠામાં ખેડૂતોને નુકસાન ના થયુ હોવાથી સહાય નહી: રાઘવજી પટેલ

કમોસમી માવઠામાં ખેડૂતોને નુકસાન ના થયુ હોવાથી સહાય નહી: રાઘવજી પટેલ

 | 10:25 pm IST
  • Share

  • માવઠામાં 10 જિલ્લાના 55 તાલુકામાં 1 ઇંચ વરસાદ
  • મુખ્યમંત્રી કૃષિ સહાય પેકેજ-2 જાહેર કરશે
  • અન્ય 17 જિલ્લામાં 7 દિવસમાં સહાય પેકેજ જાહેર કરાશે

સપ્ટેમ્બર મહિનાના અંત અને ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને વ્યાપક નુક્સાન થયું હતું. આથી આવા ખેડૂતોની મદદ માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. બીજી તરફ થોડા દિવસ પહેલા કમોસમી માવઠાના કારણે પણ પાક નુક્સાનની ફરિયાદો ઉઠી હતી. જેના અનુસંધાને આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, કમોસમી વરસાદને લઈને રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા સુઓમોટો દાખલ કરીને તમામ જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં રાજ્યના 10 જિલ્લાના 55 તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. આ કમોસમી માવઠાના કૃષિ સર્વે અહેવાલમાં કોઈ નુક્સાનનો રિપોર્ટ રાજ્ય સરકારને પ્રાપ્ત થયો નથી.

કમોસમી માવઠામાં નુક્સાનીના વળતરની માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી નથી. આખી માવઠામાં ખેડૂતોને નુક્સાન ના થયું હોવાથી સહાય આપવાનું થતું નથી.

મુખ્યમંત્રી કૃષિ સહાય પેકેજ-2 જાહેર કરશે
રાઘવજી પટેલે જણાવ્યું કે, અતિવૃષ્ટિથી થયેલા નુક્સાન માટે રાજ્ય સરકાર દ્વારા સૌ પ્રથમ રાજકોટ, જામનગર અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ 4 જિલ્લામાં સહાય ચૂકવણીની કામગીરી ચાલી રહી છે. જ્યારે અન્ય 17 જિલ્લાઓમાં 7 દિવસમાં સહાય પેકેજ જાહેર કરવામાં આવશે. મુખ્યમંત્રી ટૂંક સમયમાં સહાય પેકેજ-2ની જાહેરાત કરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો