NIFTY 10,304.80 +1.65  |  SENSEX 33,230.15 +11.34  |  USD 64.9125 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મંત્રીઓએ લાલ બત્તી ઉતારી ફોટોસેશન કરાવ્યું !

મંત્રીઓએ લાલ બત્તી ઉતારી ફોટોસેશન કરાવ્યું !

 | 2:09 am IST

ગાંધીનગર, તા. ૨૦

સરકારી વાહનો ઉપરથી લાલબત્તી ઉતારવા માટે ગૃરૂવાર સવારથી જ મંત્રીઓ, સંસદિય સચિવોમાં હોડ લાગી હતી. કેન્દ્રમાં મોદી સરકારને પગલે રાજ્ય સરકારે બુધવારે બપોરે જ ગુજરાતમાં પણ વીવીઆઈપી કલ્ચરનો અંત લાવવા તમામ પદાધિકારીઓ, અધિકારીઓના વાહનો ઉપરથી લાઈટ ઉતારી લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે, તેના અમલના નામે ગુરૂવારે સવારે સચિવાલય, મંત્રી નિવાસમાં કેટલાક મંત્રીઓ, સંસદિય સચિવોએ સરકારી વાહન પરથી લાલલાઈટ ઉતારવા ફોટો સેશન કરાવતા નજરે ચઢયા હતા. ડ્રાયવરને કરવાનું કામ પોતે કરીને વાઈરલ કરતા મંત્રીઓના વર્તનને લઈને સોશ્યલ મિડિયામાં આકરી ટીકાઓ થઈ રહી છે. મંત્રી નિવાસથી લાલલાઈટ સાથે નિકળેલા કેટલાક મંત્રીઓએ તો ર્સ્વિણમ સંકૂલની નીચે મિડિયાના કેમેરા સામે પોતાની કાર પરથી લાલ લાઈટ ઉતારી હતી.