NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • લાલબત્તી તો ગઈ પરંતુ VIP કલ્ચર ધરાવતાં ગેરકાયદે સાયરન-હોર્ન ક્યારે જશે?

લાલબત્તી તો ગઈ પરંતુ VIP કલ્ચર ધરાવતાં ગેરકાયદે સાયરન-હોર્ન ક્યારે જશે?

 | 9:57 am IST

સરકારી પદાધિકારીઓ, અધિકારીઓએ ભલે પોતાના વાહનો ઉપરથી લાલલાઈટ ઉતારવાથી વીવીઆઈપી કલ્ચર સમાપ્ત થાય તેમ નથી ! કારણ કે, મોટાભાગના મંત્રીઓ, સંસદિય સચિવો, સેક્રેટરીઓ અને કેટલાક કિસ્સાઓમાં તો કલેક્ટર, ડિડિઓ અને તેથીય ઉતરતી પાયરીના પદાધિકારી, અધિકારીઓ પોતાના વાહનોમાં સાયરન-હોર્ન હજીએ મોજુદ છે. મુશાફરી દરમિયાન જરૂરીયાતના સમયે તેનો ઉપયોગ પણ કરે છે ! જે સંપુર્ણપણે ગેરકાયદેસર છે.

ગુજરાતમાં સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓને વાહનોની ફાળવણી વાહન વ્યવહાર વિભાગ હેઠળના ગુજરાત ટ્રાન્સપોર્ટ ર્સિવસ- જીટીએસ પ્રભાગ દ્વારા કરવામાં આવે છે. આ પ્રભાગના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મોટાભાગના વાહનોમાં સાયરન- હોર્ન છે. ભારત સરકારના સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ- ૧૯૮૯ના નિયમ ૧૧૯(૩) મુજબ આ પ્રકારની વ્યવસ્થા ગેરકાયદે હોવા છતાંયે ખાનગીમાં વર્ષોથી સાયરન ફીટ કરાય છે.

માત્ર ૪ પ્રકારના વાહનોમાં ઔસાયરન વાગાડવાની મંજૂરી

વાહન વ્યવહાર વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કયા વાહનમાં કેટલી કેપેસિટીના હોર્ન ઉપયોગમાં લેવા તેના માટે ભારત સરકારના સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ- ૧૯૮૯ના નિયમ ૧૧૯ ખુબ જ સ્પષ્ટ છે. તેના પેટાનિયમ-૩માં આરોગ્ય સેવામાં વપરાતા એમ્બ્યુલન્સ, પોલીસના વાહનો, ફાયર ફાઈટર્સના વ્હિકલ અને રાહત- બચાવની સેવામાં હોય તેવા વાહનોને જ સાઈરનનો ઉપયોગ કરવાની છુટ છે. નિયમોની જાણકારીના અભાવે ગુજરાતમાં ખુદ મંત્રીઓ દ્વારા ભંગ થાય છે.