Ministry Of Law And Justice Gave Advice To Imran Khan On J&K Matter
  • Home
  • Featured
  • કાશ્મીર મુદ્દે પાક.નાં કાયદા મંત્રાલયે ઇમરાન ખાનને માર્યા ડફણા, આપી ખરી શિખામણ

કાશ્મીર મુદ્દે પાક.નાં કાયદા મંત્રાલયે ઇમરાન ખાનને માર્યા ડફણા, આપી ખરી શિખામણ

 | 9:56 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ રઘવાયા થયેલા પાકિસ્તાનની અક્કલ ઠેકાણે આવી રહી છે. હવે પાકિસ્તાને પણ માની લીધું કે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રિય અદાલતમાં ના લઇ જઇ શકાય. પાકિસ્તાન એ સમજી ચુક્યું છે કે જો તે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રિય અદાલતમાં લઇને જશે તો તેને ઊંધા મોઢે પટકાવું પડશે.

કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રિય અદાલતમાં લઇ જવાનો ઇરાદો પાળી રહેલા પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનને પોતાના જ દેશનાં કાયદા મંત્રાલયે જડબાતોડ જવાબ આપ્યો છે. શુક્રવારનાં પાકિસ્તાનનાં કાયદા મંત્રાલયે ઇમરાન ખાનને જણાવ્યું કે, પાકિસ્તાન સરકાર કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રિય અદાલતમાં ના લઇ જઇ શકે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઈ એવો કરાર નથી, જેના અંતર્ગત આ મામલે આંતરરાષ્ટ્રિય અદાલતમાં જઇ શકાય.”

આ દરમિયાન પાકિસ્તાનનાં કાયદા મંત્રાલયે ઇમરાન ખાનને સાંત્વના આપતા કહ્યું છે કે કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અથવા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉઠાવી શકાય છે, જ્યાંથી તેને આંતરરાષ્ટ્રિય અદાલતમાં લઇ જઇ શકાય છે. આ પહેલા પાકિસ્તાન પોતાના દોસ્ત ચીનની મદદથી કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં લઇને પહોંચ્યું હતુ, પરંતુ તેને પછડાટ મળી હતી. પાકિસ્તાનનાં કાયદા મંત્રાલયનાં આ નિવેદનથી એ સ્પષ્ટ છે કે હવે પાકિસ્તાન પણ એ વાતને માની ચુક્યુ છે કે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રિય સ્ટેજ પર ના ઉઠાવી શકાય.

આ વિડીયો પણ જુઓ: ગીર સોમનાથના પ્રાચી સરસ્વતી નદીમાં યુવક ડૂબ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન