સુરતમાં 14 વર્ષની સગીરાને રિક્ષામાંથી બહાર ફેંકાઈ, કપડાં ફાટેલી હાલતમાં - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતમાં 14 વર્ષની સગીરાને રિક્ષામાંથી બહાર ફેંકાઈ, કપડાં ફાટેલી હાલતમાં

સુરતમાં 14 વર્ષની સગીરાને રિક્ષામાંથી બહાર ફેંકાઈ, કપડાં ફાટેલી હાલતમાં

 | 2:12 pm IST

સુરતમાં બુધવારના રોજ આજે 14 વર્ષની સગીરા ફાટેલા કપડામાં મળી આવી હતી. આ જોતા ત્યાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતાં. તેમણે ખટોદરા પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે આ સગીરાની પૂછપરછ કરી હતી જેમાં તેની વાતોમાં અનેક વિરોધાભાસ જોવા મળ્યાં હતાં.

આ મામલે મળતી માહિતી પ્રમાણે કિશોરી મહાદેવનગર વિશ્વકર્મા મંદિરની પાછળથી મળી આવી હતી. સગીરાના કપડાં એકદમ ગંદા અને ફાટેલી હાલતમાં હતાં. શ્રમજીવી પરિવારની કિશોરી ધોરણ-6માં અભ્યાસ કરે છે. તેના કહેવા પ્રમાણે 11 વાગ્યાને 7 મિનિટે ટ્યુશનથી છૂટી હતી. ત્યારબાદ તેને 11 અને 12 મિનિટે તેના બનેવીને ફોન પર જાણ કરી હતી. આ સમયની વચ્ચે તેણીને ઈન્જેકશન આપી બેભાન કરીને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ સ્ટેટમેન્ટ પર અનેક સવાલો ઉભા થયા છે કે આટલી જલ્દી બધું કેવી રીતે બની ગયું.

આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં. આ મામલે જરૂર પડશે તો સગીરાની મેડીકલ તપાસ પણ કરાવવામાં આવશે.