Mira rajput And Shahid kapoor Ready to celebrate son zain kapoor birthday
  • Home
  • Featured
  • Photos: શાહિદ-મીરાના પુત્ર જૈનનો આજે પહેલો જન્મ દિવસ, ક્યુટ તસવીરો જોઈને કહેશો વાહ!

Photos: શાહિદ-મીરાના પુત્ર જૈનનો આજે પહેલો જન્મ દિવસ, ક્યુટ તસવીરો જોઈને કહેશો વાહ!

 | 12:05 pm IST

બોલીવુડમાં પોતાના એક એકથી ચડિયાતા પિક્ચર આપી દર્શકોને મંત્રમુગ્ધ કરનાર શાહિદ કપૂર હંમેશા ફિલ્મો હોય કે તેની પર્સનલ લાઈફ સતત ચર્ચાઓમાં છવાયેલો રહ્યો છે. આજે શાહિદ કપૂર અને મીરા રાજપુતના પુત્ર જૈન કપૂરનો જન્મદિવસ છે. મીરા અને શાહિદ તેના લાડલાના પહેલા જન્મદિવસને લઈને ખુબજ ઉત્સાહમાં છે.

મીરાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં બર્થડે પર જે ડેકોરેશન કરવામાં આવ્યુ છે તેની તસવીર છે. ગયા વર્ષે જૈને શાહિદ અને મીરાના ઘરે એન્ટ્રી મારી હતી. જૈન પહેલા પણ શાહિદના ઘરે પારણું બંધાઈ ચુક્યુ છે તેમને એક ખુબસુરત પુત્રી મીશા કપૂર છે.

જ્યારે જૈનનો જન્મ થયો ત્યારે શાહિદે તેની પહેલી તસવીર શેર કરી હતી અને લખ્યુ કે જૈન કપૂર આવતા જ અમને એવુ લાગી રહ્યુ છે કે મારો પરિવાર હવે પૂર્ણ થયો. તમારી સૌની શુભેચ્છાઓનું જ આ પરિણામ છે.

થોડા દિવસ પહેલા ‘Ask Me A Question’ સેશન દરમિયાન મીરાએ જણાવ્યુ હતુ કે જ્યારે જૈન આવવાનો હતો અમારા માટે મિશાને સંભાળવી થોડી અઘરી હતી બાળ સહજ તે થોડી અકળાઈ ઉઠી હતી. તેને અમે લોકોએ ખુબ વાર્તાઓ કરીને કહાનીઓ સંભળાવીને સતત તેની સાથે જ છીએ તેવું જણાવ્યુ હતુ.

મીરાએ કહ્યુ કે હું નહોતી ઇચ્છતી કે બાળક તરીકે મીસાને થોડું પણ ઓછુ લાગે. શાહિદ અને મીરાના લાડલા પુત્રને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન