4 માસની બાળકીને 6 વાર આવ્યા હાર્ટ એટેક, તો પણ મોતની જંગ જીતી - Sandesh
  • Home
  • India
  • 4 માસની બાળકીને 6 વાર આવ્યા હાર્ટ એટેક, તો પણ મોતની જંગ જીતી

4 માસની બાળકીને 6 વાર આવ્યા હાર્ટ એટેક, તો પણ મોતની જંગ જીતી

 | 2:09 pm IST

મુંબઈની ચાર મહિનાની વિદિશા જન્મી ત્યારથી જ હાર્ટ પેશન્ટ હતી. તેને 12 કલાક સુધી સર્જરીથી પસાર થવુ પડ્યું. તેના બાદ પણ તેને છ વાર હાર્ટ એટેક આવ્યો, આખરે દરેક પરિસ્થિતિઓને પાર કરીને તેણે જિંદગીની જંગ જીતી જ લીધી. ગત બે મહિનાથી તે પરેલ હોસ્પિટલમાં દાખલ થયેલી છે અને હવે તો કેટલાક લોકો તેને ચમત્કારીક બાળકીના નામથી બોલાવવા લાગ્યા છે. કેમ કે, તેમનું જીવતું રહેવુ કોઈ ચમત્કારથી ઓછુ નથી.

વિદિશા મુંબઈના કલ્યાણ વિસ્તારમાં રહેતા વિશાખા અને વિનોદ વાઘમારેની દીકરી છે. તેના પિતા બહુ જ મુશ્કેલીથી તેની સારવાર માટે 5 લાખ 25 હજાર રૂપિયા ભેગા કરી શક્યા હતા, બાકીના રૂપિયા હોસ્પિટલના દાતાઓએ આપ્યા.

હૃદયનું આકાર સામાન્ય હાર્ટથી ઉલ્ટું હતું
વિદિશાની માતા વિશાખાએ જણાવ્યું કે, જ્યારે તે 45 દિવસની હતી ત્યારે મેં તેને દૂધ પીવડાવ્યુ, તો તેણે ઉલટી કરી અને તે બેહોશ થઈ ગઈ. અમે તેને જગાડી, પણ તે ફરીથી બેહોશ થઈ ગઈ. વિદિશાના માતાપિતા તેને પાસના નર્સિંગ હોમમાં લઈ ગયા હતા, જ્યાં તેમણે બી.જે.વાડીયા હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી. ત્યાં તેમને માલૂમ પડ્યું કે વિદિશાના હાર્ટમાં ડિફેક્ટ છે. તેના હાર્ટનું આકાર સામાન્ય હાર્ટથી બિલકુલ ઉંધું છે.

સર્જરી પછી આવ્યા 6 વાર હાર્ટ એટેક
12 કલાકની લાંબી સર્જરી બાદ વિદિશાનું હાર્ટ હવે સારી રીતે કામ કરે છે, પણ તેના ફેફસા સારી રીતે કામ કરી શક્તા ન હતા. ડોક્ટર પાંડાએ જણાવ્યું કે, આર્ટિરીઝની સર્જરી જન્મના તુરંત બાદ થઈ જવી જોઈએ, પરંતુ વિદિશાના મામલે આવુ ન થયું. વિદિશાના ફેફસા તેની ખરાબ પેટર્ન પર કામ કરવાના આદિ થઈ ચૂક્યા હતા, જેને કારણે અચાનક સર્જરીના બાદ નવી સિસ્ટમમાં ટ્રાન્સફર ન થઈ શક્યા.

સર્જરી બાદ વિદિશા 51 દિવસ આઈસીયુમાં ભરતી હતી. આ દરમિયાન તેને 6 વાર હાર્ટ એટેકનો સામનો કરવો પડ્યો. સર્જન ડોક્ટર સુરેશે જણાવ્યુ કે, આ એક અનોખો મામલો હતો. જ્યાં વિદિશાના ફેફસા સ્થિર કરવા માટે અમને ઉચ્ચ ફ્રીક્વન્સીવાળા ઓસિલેટરી વેન્ટીલેરનો ઉપયોગ કરવો પડ્યો.