આ છે ચમત્કારી કવચ, નિયમિત પાઠ કરનારની દરિદ્રતા થાય છે દૂર - Sandesh
  • Home
  • Astrology
  • આ છે ચમત્કારી કવચ, નિયમિત પાઠ કરનારની દરિદ્રતા થાય છે દૂર

આ છે ચમત્કારી કવચ, નિયમિત પાઠ કરનારની દરિદ્રતા થાય છે દૂર

 | 1:56 pm IST

વ્યક્તિના વર્તમાન અને ભવિષ્ય સંબંધિત ફળકથન જન્મકુંડળી પરથી જ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની કુંડળીમાં બિરાજમાન ગ્રહ તેના જીવનમાં આવનારા સુખ અને સમૃદ્ધિ નિર્ધારિત કરે છે. કુંડળીમાં જે પ્રકારના યોગ સર્જાય છે તે અનુસાર વ્યક્તિનું જીવન ચાલે છે. એટલે જ તો કેટલાક લોકો રાજા જેવું વૈભવી જીવન જીવે છે જ્યારે કેટલાક મહેનત કરવા છતા કંગાળ રહી જાય છે. જો કે ગ્રહ દોષ નિવારવા અને જીવનમાં સમૃદ્ધિ લાવવી હોય તો આવી સમસ્યાનું સમાધાન પણ જ્યોતિષ શાસ્ત્ર આપે છે.

પારાશર સિદ્ધાંત પદ્ધતિ અનુસાર જન્મકુંડળીમાં એવા અનેક પ્રભાવશાળી ગ્રહ હોય છે જેને પ્રબળ કરવાથી રાજયોગનું નિર્માણ કરી શકાય છે. વ્યક્તિના જીવનમાં રાજા જેવું સુખ બૃહસ્પતિ આપી શકે છે. વાણી, વિદ્યા, જ્ઞાન અને ધનનો જીવનમાં વરસાદ કરાવવો હોય તો તેનો સરળ અને સચોટ ઉપાય છે બૃહસ્પતિ કવચનો પાઠ. આ પાઠ સરળતાથી કંઠસ્થ થઈ જાય તેવો છે. ઉપરાંત જે વ્યક્તિ તેનું રોજ પઠન કરે છે તેના જીવનની ચિંતાઓ દૂર થઈ જાય છે અને મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.

अभीष्टफलदं देवं सर्वज्ञं सुर पूजितम्।
अक्षमालाधरं शान्तं प्रणमामि बृहस्पतिम्।।

बृहस्पति: शिर: पातु ललाटं पातु में गुरु:।
कर्णौ सुरुगुरु: पातु नेत्रे मेंभीष्टदायक:।।

जिह्वां पातु सुराचायो नासां में वेदपारग:।
मुखं मे पातु सर्वज्ञो कण्ठं मे देवता शुभप्रद:।।

भुजवाङ्गिरस: पातु करौ पातु शुभप्रद:।
स्तनौ मे पातु वागीश: कुक्षिं मे शुभलक्षण:।।

नाभिं देवगुरु: पातु मध्यं सुखप्रद:।
कटिं पातु जगदवन्द्य: ऊरू मे पातु वाक्पति:।।

जानु जङ्गे सुराचायो पादौ विश्वात्मकस्तथा।
अन्यानि यानि चाङ्गानि रक्षेन् मे सर्वतोगुरु:।।

इत्येतत कवचं दिव्यं त्रिसन्ध्यं य: पठेन्नर:।
सर्वान् कामानवाप्नोति सर्वत्र विजयी भवेत्।।