કોઈપણ પ્રકારના ખર્ચ વિના કરો આ 4 ટોટકા, ધન પ્રાપ્તિની ઈચ્છા થશે પૂરી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • કોઈપણ પ્રકારના ખર્ચ વિના કરો આ 4 ટોટકા, ધન પ્રાપ્તિની ઈચ્છા થશે પૂરી

કોઈપણ પ્રકારના ખર્ચ વિના કરો આ 4 ટોટકા, ધન પ્રાપ્તિની ઈચ્છા થશે પૂરી

 | 12:55 pm IST

વ્યક્તિને તેના સારા ખરાબ તમામ કર્મોનું ફળ તેના ભાગ્યરૂપે મળે છે. સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ખરાબ ફળ મળે છે. પરંતુ તેમ છતાં કેટલાક જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા ટોટકા કરી અને વ્યક્તિ તેના જીવનને બદલી શકે છે. ભાગ્ય પરીવર્તન ઈશ્વરના હાથની વાત છે, બસ આ ઉપાયો કરી અને સ્થિતીને સુધારવાનો પ્રયત્ન કરી શકાય છે. આ પ્રયત્નો શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને કરવામાં આવે તો તે ફળે પણ છે.

ધન પ્રાપ્તિ માટે
– સોમવારે શિવલિંગ પર દૂધ મિશ્રિત જળ ચડાવવું અને રુદ્રાક્ષની માળાથી ‘ऊँ सोमेश्वराय नम:’ મંત્રની એક માળા કરવી. તેમજ પૂનમના દિવસે ચંદ્રને દૂધ મિશ્રિત જળનો અર્ધ્ય આપવો. આ ઉપાય કરવાથી તુરંત ફળ મળે છે.

– ધન ટકતું ન હોય તો સોમવાર અથવા શનિવારે થોડા ઘઉંમાં 11 પત્તા તુલસી અને 2 તાંતણા કેસર ઉમેરી અને લોટ દળાવી લેવો. આ લોટ રોજના ઉપયોગના લોટ સાથે ઉમેરી અને ઉપયોગમાં લેવો. ધનની સમસ્યાઓ દૂર થવા લાગશે.

– ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય તે માટે એક લોઢાના વાસણમાં પાણી, ખાંડ, દૂધ અને ઘી ઉમેરી અને પીપળાના ઝાડના છાયામાં ઊભા રહી અને તેના મૂળમાં પધરાવી દેવું. આ ઉપાય કરવાથી લક્ષ્મીજીનો સ્થાયી વાસ ઘરમાં થશે.

– ઘરમાં સુખ-શાંતિ લાવવા માટે માટીના સુંદર પાત્રમાં થોડા સોનાના અને ચાંદીના સિક્કા લાલ કપડાંમાં બાંધી અને રાખી દેવા. ત્યારપછી આ પાત્રમાં ઘઉંથી ભરી વાયવ્ય ખૂણામાં રાખી દેવું, આ ઉપાય કરવાથી ઘરમાંથી ધનનો અભાવ દૂર થઈ જાય છે.