NIFTY 10,230.85 +63.40  |  SENSEX 32,633.64 +200.95  |  USD 64.7400 -0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ગુરુવારે રાશિ અનુસાર કરો આ સરળ કામ, ધન લાભના સર્જાશે અવસર

ગુરુવારે રાશિ અનુસાર કરો આ સરળ કામ, ધન લાભના સર્જાશે અવસર

 | 3:44 pm IST

જ્યોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિને ગુરુની ઉપાધિ પ્રાપ્ત છે. સંસારના સમસ્ત પ્રાણીઓમાં બૃહસ્પતિનો પ્રભાવ સૌથી વધારે માણસના જીવન પર પડે છે. બૃહસ્પતિ ભાગ્ય, ધર્મ, અભ્યાસ, મોક્ષ, દાંપત્યજીવન અને યાત્રાનો કારક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ગુરુને દરેક પ્રકારની આપદા-વિપદામાંથી માનવની રક્ષા કરનાર ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહનો ખાસ દિવસ છે ગુરુવાર, એટલા માટે જ આ દિવસે જો રાશિ અનુસાર કેટલાક ઉપાય કરવામાં આવે તો જીવનમાં ધન પ્રાપ્તિના અવસર સર્જી શકાય છે.

મેષ : ખાંડ મિશ્રિત જળ સૂર્યને અર્ધ્ય આપો. તેનાથી તમને સમાજમાં માન-સન્માન મળશે.
વૃષભ : આ રાશિના જાતકોએ સફેદ વસ્ત્ર ધારણ કરી શુભ કામની શરૂઆત કરવી. અચૂક સફળતા મળશે.
મિથુન : શિવ સ્ત્રોતનો પાઠ કરવો, સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.
કર્ક : અનાજનું દાન જરૂરીયાતવાળાને કરો. ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળશે.
સિંહ : ભગવાન વિષ્ણુના દર્શન કરી, વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો, અક્ષય પુણ્ય પ્રાપ્ત થશે.
કન્યા : ખાંડનું દાન કરો. વેપાર-ધંધામાં ફાયદો થશે.
તુલા : લગ્નજીવનની સમસ્યાઓને દૂર કરવા માટે શિવ-પાર્વતીની પૂજા કરવી.
વૃશ્ચિક : ચોખાની ખીચડીનું દાન કરો તેનાથી રાહુનો ખરાબ પ્રભાવ દૂર થઈ જશે.
ધન : શનિ દેવના દર્શન કરો.
મકર : માતા દુર્ગાના દર્શન કરો.
કુંભ : આ રાશિના જાતકોએ માતા લક્ષ્મીની પૂજા કરી તેમના દર્શન કરવા.
મીન : ગણેશજીના દર્શન કરવા અને પછી જ કામની શરૂઆત કરવી.