Mirror Also Can Bring Happiness In Your Life If You Put It In Right Direction
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • અરીસામાં છુપાયેલી છે જિંદગીની ખુશીઓ, જાણો ઘરમાં કઈ દિશામાં લગાવવાથી આપશે લાભ

અરીસામાં છુપાયેલી છે જિંદગીની ખુશીઓ, જાણો ઘરમાં કઈ દિશામાં લગાવવાથી આપશે લાભ

 | 5:45 pm IST

ફેંગ શુઈમાં અરીસાને એક એવો ઉપાય માનવામાં આવે છે કે જેનાથી તમામ દોષ અને તેનાથી મળનારા અશુભ પરિણામો ક્ષણભરમાં દૂર થઈ જાય છે. શરત એટલી છે કે દર્પણનો પ્રયોગ ફેંગ શુઈમાં જણાવવામાં આવેલા નિયમો અનુસાર કરવામાં આવે. અહીં બીજી એક વાત જાણી લો કે ફેંગ શુઈમાં દર્પણ ઉપરાંત દરેક ચમકતી પોલીશ કરેલી ધાતુની પ્લેટ અને ચમકતા ફ્લોરને પણ દર્પણ સમાન માનવામાં આવ્યો છે. કેમકે દર્પણ અને તેના જેવી આ તમામ ચીજોમાં વ્યક્તિનું પ્રતિબિંબ દેખાય છે.

ઈશાનનો ફ્લોર હંમેશા ખુલ્લો રાખવો જોઇએ

આજકાલ ઘરો અને કાર્યલયોમાં ફ્લોર પર ચમકતા આરસ અથવા ગ્રેનાઇટનો પ્રયોગ થાય છે. ફેંગ શુઈ અનુસાર આ પણ દર્પણ જેવો જ પ્રભાવ ઉત્પન્ન કરે છે. આ કારણે લાઇફમાં ખુશિયો અને સમૃદ્ધિ લાવવા માટે ઈશાન ખૂણા સિવાયના અન્ય તમામ ભાગોના આવા ફ્લોરને સમાન અથવા પછી કારપેટથી ઢાંકીને રાખવા જોઇએ, પરંતુ ઈશાનનો ફ્લોર હંમેશા ખુલ્લો રાખવો જોઇએ. આવું કરવાથી પરિવારના તમામ સભ્યોના આયુષ્યમાં વધારો થાય છે.

દરવાજાની અંદરની તરફ ક્યારેય પણ દર્પણ ના લગાવવું

ફેંગ શુઈ અનુસાર અરીસાનો પ્રયોગ સકારાત્મકતામાં વૃદ્ધિ કરાવવા અને નકારાત્મકતાને ખત્મ કરવા માટે કરવામાં આવે છે. આ કારણે રૂમમાં દરવાજાની અંદરની તરફ ક્યારેય પણ દર્પણ ના લગાવવું જોઇએ, પરંતુ દરવાજો જો ઈશાન દિશા તરફ હોય તો દર્પણ લગાવી શકાય છે. આ કારણે જો કોઈ પણ રૂમમાં આ દિશામાં અરીસો લાગ્યો હોય તો તરત તેને હટાવી દેવો જોઇએ. જો સંભવ ના હોય તો દર્પણને કોઈ વસ્ત્રથી ઢાંકી દો.

જીવનમાં સુખ-સમૃદ્ધિ બનેલી રહે છે

ફેંગ શુઈ અનુસાર અંડરગ્રાઉન્ડમાં ફક્ત ઈશાન વિસ્તારમાં ઉત્તર અને પૂર્વ દિશા તરફ દીવાલો પર જ અરીસો લગાવવો જોઇએ. આ સાથે જ ખ્યાલ રાખવો જોઇએ કે આ ભાગના ફ્લોરને હંમેશા સા અને ચમકતો રાખવો જોઇએ. આવું કરવાથી ઘર-પરિવારના તમામ સભ્યોના જીવનમાં સુખ-સમૃદ્ધિ બનેલી રહે છે. ક્યારેય પણ ધનની કમી નથી રહેતી. કાર્યક્ષેત્રમાં આવી રહેલી મુશ્કેલીઓ પણ ધીરેધીરે ખત્મ થવા લાગે છે.

આ વિડીયો પણ જુઓ: રાજસ્થાનની ચંબલ નદીમાં હોડી ડૂબી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન