Misbehaviour Allegations on Team India Manager Sunil Subramaniam
  • Home
  • Sports
  • Cricket
  • ખરાબ વર્તનના કારણે સંકટમાં ટીમ ઇન્ડિયાના મેનેજર, થઈ આકરી કાર્યવાહી

ખરાબ વર્તનના કારણે સંકટમાં ટીમ ઇન્ડિયાના મેનેજર, થઈ આકરી કાર્યવાહી

 | 6:21 pm IST

ટીમ ઇન્ડિયા અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે આજે વન ડે સિરીઝની અંતિમ મેચ રમાવાની છે. જે ક્વિન્સ પાર્ક, પોર્ટ ઓફ સ્પેન, ત્રીનીદાદ ખાતે રમાશે. પરંતુ આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર દુરવ્યવહારના કારણે સંકટમાં આવ્યા છે અને તેમને સ્વદેશ પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર સુનીલ સુબ્રમણ્યમ 2018માં ઓસ્ટ્રેલિયામાં તેના ખરાબ વર્તનના કારણે ચર્ચામાં આવ્યો હતો. પરંતુ તે સમય તે બચી ગયો હતો. પરંતુ આ વખતે તે ફરી ખરાબ વ્યવહારના કારણે સંકટમાં મૂકાયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)ના ઉચ્ચાયોગે કહ્યું હતું કે કેરેબિયાઇ દેશમાં જે જાહેરાતનું શૂટિંગ કરવાનું છે તે માટે સુબ્રમણ્યમને સંપર્ક કરે. જ્યારે ત્રિનિદાદ એન્ડ ટોબેગો(Trinidad and Tobago)માં હાજર ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓએ સુબ્રમણ્યમને સંપર્ક કર્યો તો તેમને અધિકારીઓને સમય અને મહત્વ ના આપ્યો.

રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે પહેલા આ પ્રકારના વ્યવહારને નજર અંદાજ કરવામાં આવ્યો હતો. તેના કારણે જ આ સ્થિતિ બની છે. જો વાત ઉચ્ચાયોગની ના હોત અને સીઓએના પ્રમુખ વિનોદ રાય પર આંચ ન આવી હોત તો આ વખતે પણ આ ઘટનાને નજર અંદાજ કરવામાં આવી હોત. અધિકારીએ વધુમાં જણાવ્યું કે,‘જે કોઈએ પણ ટીમ મેનેજર સુબ્રમણ્યમથી વાત કરી છે તે તેમના વર્તનથી ખુબજ નિરાશ છે. પોતાના મિત્રોને ટિકિટ અને નજીક રાખવા તેમની પ્રાથમિકતા છે અને પદની જવાબદારી નિભાવવી તેના પછી આવે છે.’

આ વીડિયો પણ જુઓ: રક્ષા બંધનના પવિત્ર પર્વ પર અવનવી રાખડીઓમાં હેતનું બંધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન