Mischief incident on a 12-year-old girl in Bheshan Junagadh
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં વધુ એક બાળકી પર દુષ્કર્મ, આરોપીએ 12 વર્ષની સગીરાને પીંખી નાંખી

ગુજરાતમાં વધુ એક બાળકી પર દુષ્કર્મ, આરોપીએ 12 વર્ષની સગીરાને પીંખી નાંખી

 | 5:07 pm IST

બળાત્કાર (Rape Case) જેવા જઘન્ય અપરાધના સમાચારો આવે ત્યારે લોકોનો આક્રોશ ફાટી નિકળે છે. ભારત (India)માં બળાત્કારની દરેક ઘટના દર વર્ષે કેટલા ગુના થાય છે તેના આંકડા સાથે માત્ર પાનાંઓમાં નોંધાતી જાય છે. ત્યારે દુષ્કર્મની ઘટનાઓના આંકડામાં ગુજરાત (Gujarat)ની સ્થિતિ પણ કંઇ ઠીક નથી. ગુજરાતમાં હજી મૂકબધિર સગીરાના દુષ્કર્મ અને હત્યાના કેસની શાહી તો સૂકાઇ નથી ત્યાં આજે ફરીથી 12 વર્ષની સગીરા પર દુષ્કર્મની (Rape on 12-year-old Girl) ફરિયાદ નોંધાઇ છે. આ ઘટના જૂનાગઢ (Junagadh)ના ભેંસાણમાં બની છે.

જૂનાગઢના ભેંસાણમાં એક નરાધમ દ્વારા 12 વર્ષની સગીરાને પીંખી નાંખવામાં આવી છે. 12 વર્ષની બાળા ઉપર ખંભાળિયાના શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સગીરાના પરિવારજનો દ્વારા નોંધાવામાં આવી છે. ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે પણ આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 12 વર્ષની સગીરાના પિતાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, પ્રભાત લાલજી સરવૈયા નામના શખ્સે તેમની 12 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે. સગીરાને આરોપીએ પોતાની વાતોમાં રાખીને પોતાને ઘરે લઇ ગયો હતો. જે બાદ ઘરમાં જ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ સગીરાએ ઘરે જઇને પોતાની માતાને આ અંગે જાણ કરી હતી અને માતાએ તેના પિતાને જાણ કરતા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ : સુરત મનપાના ડસ્ટબીન બન્યા ભંગાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન