Miss England 2019 Bhasha Mukherjee, Helps Raise Funds For Kolkata Children
  • Home
  • NRI
  • મિસ ઇંગ્લેન્ડે કોલકત્તાના બાળકો માટે ટિકિટ વેચીને 17 લાખ રૂપિયાનું ફંડ એકત્ર કર્યું

મિસ ઇંગ્લેન્ડે કોલકત્તાના બાળકો માટે ટિકિટ વેચીને 17 લાખ રૂપિયાનું ફંડ એકત્ર કર્યું

 | 1:24 pm IST

ભારતીય મૂળની મિસ ઇંગ્લેન્ડ 2019 ભાષા મુખર્જીએ કોલકત્તામાં રસ્તા અને ઝૂંપડીમાં રહેતા બાળકો માટે કામ કરી રહેલ બ્રિટનની એક ધર્માર્થ સંસ્થા માટે નાણાં એકત્ર કરવામાં મદદ કરી છે. કોલકત્તામાં બાળપણ પસાર કરનાર વ્યવસાયે ડૉકટર મુખર્જી આવતા મહિને યોજાનાર મિસ વર્લ્ડની હરિફાઇની તૈયારીઓમાંથી સમય કાઢીને લંડનમાં ‘હોપ ફાઉન્ડેશન’નું દાન એકત્ર કરવાના કાર્યક્રમમાં સામેલ થઇ હતી. ઝૂંપડીમાં રહેતા બાળકો માટે બળકો માટે 20000 પાઉન્ડ (અંદાજે 17 લાખ રૂપિયા)નું ફંડ એકત્ર કર્યું અને સંસ્થાને આપી દીધું. તેમણે આ રકમ એક કાર્યક્રમની ટિકિટ વેચીને ચેરિટી દ્વારા એકત્રિત કર્યા.

પૂર્વ ઇંગ્લેન્ડના લિંકોલનશરમાં હાલ જુનિયર ડૉકટર તરીકે કામ કરી રહેલ 23 વર્ષની ભાષા એ કહ્યું કે મને લાગે છે કે ભાગ્ય લોકોને સાથે લઇ આવે છે. હું કોલકત્તાથી છું. આ દ્રષ્ટિથી હોપ ફાઉન્ડેશન મારા માટે ખૂબ ખાસ છે. ભાષા 9 વર્ષની ઉંમરમાં જ લંડન ગઇ હતી. ભાષાએ કહ્યુ કે હોપ માત્ર કોલકત્તાના બાળકો માટે નથી. આ આખી દુનિયાના બાળકો માટે છે અને મારા ‘બ્યુટી વિધ પર્પજ’ મિશન સ્વાસ્થય શિક્ષણને લઇ છે. એક ડૉકટર હોવાના નાતે તેને લઇ ખૂબ જ ઉત્સાહિત છું. મને મિસ ઇંગલેન્ડ બનવાથી મળેલી ઓળખથી લોકોને સ્વાસ્થ્યના પ્રત્યે જાગૃત કરવા માંગું છું જેથી કરીને તેઓ સમાજમાં સારી રીતે જીવન વ્યતીત કરી શકે.

હોપ ફાઉન્ડેશનની સ્થાપના 1999મા આયરલેન્ડની મૉરીન ફોરેસ્ટે કોલકત્તામાં રસ્તા પર રહેવા માટે મજબૂર 14 યુવાન છોકરીઓને સુરક્ષા અને સંરક્ષણ પૂરું પાડવા માટે કર્યું હતું. પહેલાં સંસ્થાની પાસે એક સંરક્ષણ ગૃહ હતું તેની સંખ્યા વધીને હવે 12 થઇ ગઇ છે. સંસ્થાના પ્રયાસોથી કોલકત્તામાં ઝૂંપડીઓ અને રસ્તા પર રહેનાર લાખો લોકોના જીવન પર સકારાત્મક પ્રભાવ પડ્યો છે.

આ વીડિયો પણ જુઓ – માલેતુજારોને મંદી નથી એક જ દિવસમાં 74 મર્સિડિઝ વેચાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન