Miss England Bhasha Mukherjee has 146 IQ, and fluent in 5 languages
  • Home
  • NRI
  • 23 વર્ષની મુળ ભારતીય બની મિસ ઇંગ્લેન્ડ, પછી જે કામ કર્યું એ જોઈ બધા ગદગદિત થઈ ગયાં

23 વર્ષની મુળ ભારતીય બની મિસ ઇંગ્લેન્ડ, પછી જે કામ કર્યું એ જોઈ બધા ગદગદિત થઈ ગયાં

 | 3:19 pm IST

ભારતીય મૂળની 23 વર્ષીય ડોક્ટરે મિસ ઈંગ્લેન્ડના એવોર્ડને પોતાના નામે કર્યો છે. આ દોડમાં ઘણી મોડલો હતી, પરંતુ તાજ તો તેના જ માથા પર સજી ગયો છે.

સૂત્રો મુજબ 23 વર્ષીય ભાષા મુખર્જી પાસે મેડિકલની બે અલગ-અલગ ડિગ્રીઓ છે અને તેનું આઈક્યૂ લેવલ 146 છે જે તેને આધિકારિક રીતે જીનિયસ સાબિત કરે છે અને તેને પાંચ ભાષાઓની જાણકારી પણ છે.

મુખર્જોનો જન્મ ભારતમાં થયો હતો અને તે ફક્ત નવ વર્ષની હતી અને તેમના પરિવારે બ્રિટનમાં વસવાટ કરી લીધો હતો. તેણે નોર્ટિઘમની કોલેજમાંથી બે ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી છે. મેડિકલ સાયન્સ ઉપરાંત મેડિસિન અને સર્જરીમાં ગ્રેજ્યુએટ કર્યું છે. 9 વર્ષની ઉંમરે ભાષા તેના પરિવાર સાથે ભારતથી ઇંગ્લેન્ડ આવી હતી. મિસ ઇંગ્લેન્ડના તાજ સાથે ભાષાને મોરિશિયસ હોલિડે પેકેજ પણ મળ્યું છે.

ભાષાએ કહ્યું કે, હું મેડિકલ ફિલ્ડમાં અભ્યાસ કરી હતી તે સમયે સૌન્દર્યમાં કરિયરની શરૂઆત થઈ હતી. અભ્યાસમાં હું આ ફિલ્ડમાં આવવા ઘણી ઉત્સુક હતી. મેં નક્કી કર્યું હતું કે હું બંને ક્ષેત્રે ઉત્તિણ થઈશ. સ્કૂલમાં હું મારા ટીચરની ફેવરિટ સ્ટુડન્ટ હતી. મેં મારી સ્કૂલમાં પણ ટોપ કર્યું હતું. ભણવામાં હોશિયાર હોવાને કારણે મને સ્કૂલે ‘આઈન્સ્ટાઈન અવોર્ડ’ આપ્યો હતો.

ભાષા મુખર્જીએ અંતે કહ્યું કે, ઘણા લોકો વિચારતા હોય છે કે સુંદર છોકરીઓ માટે જોવા માટે જ હોય છે, પરંતુ આ વાત એકદમ ખોટી છે. અમે બધા સ્પર્ધામાં એક ઉદ્દેશથી આવ્યા છીએ. અમે સુંદર છીએ એવું દુનિયાને બતાવવા માંગતા નથી, પણ અમે કંઈક લક્ષ્ય સુધી પહોંચવા માંગીએ છીએ તેવું લોકોને જણાવવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન