Miss Fire by PSI in Police Station, Trikon Bagh, Rajkot
  • Home
  • Featured
  • પોલીસ ચોકીમાં PSI રિવોલ્વર સાફ કરતા હતા ને થયું ફાયરિંગ, ભાઈબંધના જ રમી ગયા રામ

પોલીસ ચોકીમાં PSI રિવોલ્વર સાફ કરતા હતા ને થયું ફાયરિંગ, ભાઈબંધના જ રમી ગયા રામ

 | 9:30 pm IST

રાજકોટ શહેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના ત્રિકોણ બાગ પાસે આવેલ બસ સ્ટેશનમાં આવેલ પોલીસ ચોકીમાં ગોળી લાગવાથી હિમાંશુ દિનેશભાઈ ગોહેલ નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મોતનું કારણ સૌને ચોંકાવે એવું છે. પોલીસ તપાસ મુજબ હિમાંશુ ગોહેલ એક સ્પાના સંચાલક હોવાનું સામે આવ્યું છે. રાજકોટ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પી.પી.ચાવડા નામના સબ પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર દ્વારા છૂટેલ ગોળીના કારણે મોત નિપજયાનું સામે આવ્યું છે.

મળતી મહિતી મુજબ રાજકોટ બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSI P.P. ચાવડા રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે મિસ ફાયર થતા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલનું મોત નીપજ્યું. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ માલવિયા નગર પાસે ગ્લો નામથી હિમાંશુ ગોહેલ સ્પા ચલાવતા હતા. છેલ્લા ઘણા સમયથી સબ પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા અને હિમાંશુ ગોહેલ વચ્ચે મિત્રતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ તો હિમાંશુ સબ પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ચાવડાને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 જાન્યુઆરીએ ખંઢેરી સ્ટેડિયમમાં વન ડે મેચની ટિકિટને લઈ કોઈ કારણોસર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

તો સાથે જ પી.એસ.આઇ પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરતા હતા ત્યારે જ સર્વિસ રિવોલ્વર માંથી ફાયર થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ આગામી દિવસોમાં એક વાત તો નક્કી છે કે સબ પોલીસ ઇન્સ્પેકટર પી.પી. ચાવડા વિરુદ્ધ ખાતાકીય તપાસ અન્વયે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ જરૂર જણાય પોલીસ અન્ય કલમોનો ઉમેરો કરશે. બીજી બાજુ રિવોલ્વર સાફ કરવા નિયમોનું પાલન પણ ન કરવામાં આવ્યું જોવાનું સામે આવી રહ્યું છે. ઉપરાંત રિવોલ્વર સાફ કરતી વેળા ફાયરિંગ થયું કે ફાયરિંગ કરવામાં આવ્યું હાલ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઘટના બાદ મૃતકના પિતાને પણ જાણ કરી તેમને બોલાવવામાં આવ્યા. જોકે મૃતકના પિતાની ફરિયાદ લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓ: રાજકોટ મનપામાં 145ની ભરતી સામે 21 હજાર અરજી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન